Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

એક દિવસમાં ૩૭,૦૦૦થી વધુ લોકોએ કર્યુ રક્‍તદાનઃ બન્‍યો રેકોર્ડ

‘હૂ ઇઝ હુસેન' ચૅરિટી દ્વારા ૨૭ ઑક્‍ટોબરે આયોજિત #GlobalBloodHeroes ઝુંબેશમાં એક જ દિવસમાં ૨૭ દેશોમાં કુલ ૩૭,૦૧૮ લોકોએ બ્‍લડ ડોનેશન કર્યુ હતુ

લંડન, તા.૨૦: બ્રિટિશ સોશ્‍યલ જસ્‍ટિસ ચૅરિટી ‘હૂ ઇઝ હુસેન'એ એક જ દિવસમાં ૩૭,૦૦૦ કરતાં વધુ લોકો પાસેથી રક્‍તદાન કરાવીને વર્લ્‍ડ રેકૉર્ડ કર્યો છે. ચૅરિટીના આ પ્રયાસથી ૧.૧૦ લાખ જેટલા લોકોના જીવ બચાવી શકાશે.

‘હૂ ઇઝ હુસેન' ચૅરિટીએ ૧૭ સપ્‍ટેમ્‍બરે સૌથી વધુ લોકા પાસેથી રક્‍તદાન કરાવીને નવો વર્લ્‍ડ રેકૉર્ડ કર્યો હોવાની જાહેરાત કરી હતી. ‘હૂ ઇઝ હુસેન' ચૅરિટી દ્વારા ૨૭ ઑક્‍ટોબરે આયોજિત #GlobalBloodHeroes ઝુંબેશમાં એક જ દિવસમાં ૨૭ દેશોમાં કુલ ૩૭,૦૧૮ લોકોએ બ્‍લડ ડોનેશન કર્યું હતું. સંસ્‍થાના વૉલન્‍ટિયર્સે સવારના સમયે ન્‍યુ ઝીલૅન્‍ડથી રક્‍તદાનની ઝુંબેશ શરૂ કરી હતી તથા સાંજે છેલ્લે વેસ્‍ટકોસ્‍ટમાં ઝુંબેશનો અંત કર્યો હતો.

આ અગાઉનો રેકૉર્ડ ૨૦૨૦માં બનાવાયો હતો, જ્‍યારે એક જ દિવસમાં ૩૪,૭૨૩ લોકોએ બ્‍લડ ડોનેટ કર્યું હતું. એક ડોનર ત્રણ જણનું જીવન બચાવી શકે છે એ હિસાબે આ ડોનેશનથી ૧.૧૦ લાખ લોકોના જીવ બચાવી શકાશે.

હુસેન ઈબ્‍ન અલીના કરુણાપૂર્ણ વારસાથી પ્રેરિત ‘હૂ ઇઝ હુસેન' ચૅરિટીની સ્‍થાપના એક દાયકા પહેલાં થઈ હતી.

(4:09 pm IST)