Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

નેપાળના ચીફ જસ્‍ટીસ ઘરમાં નજરકેદ ?

સરકારે ચીફ જસ્‍ટીસના ઘરની બહાર મુકી દીધી પોલીસ

કાઠમંડુઃ નેપાળની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્‍ટીસ ચોલેન્‍દ્ર શમશેર જબરાને નજરકેદ કરી લેવાયા છે. તેમના ઘરની બહાર મોટી  સંખ્‍યામાં સુરક્ષાકર્મીઓ તહેનાત કરી દેવાયા છે. તેમ છતા ચીફ જસ્‍ટીસ સુપ્રીમ કોર્ટ જવાની જીદ લઇને બેઠા છે. તેમણે માનવાધિકાર પંચને પણ પોતાની નજરકેદ બાબતે ફરીયાદ કરી હતી. નેપાળમાં ૨૦ સપ્‍ટેમ્‍બર ૨૦૧૫ના રોજ બંધારણીય સભા દ્વારા બંધારણ જાહેર કરાયુ હતું. એ બંધારણ હેઠળ નેપાળમાં બીજી વાર કેન્‍દ્રિય સંસદ (પ્રતિનીધી સભા) અને સાત રાજયોની પ્રદેશ સભાની ચુંટણી આગામી ૨૦ નવેમ્‍બરે થવાની છે. સરકાર, ચુંટણી પંચ અને રાજકીય પક્ષો બધા ચુંટણીની તૈયારીઓમાં લાગેલા છે. પ્રતિનિધી સભાનો કાર્યકાળ બે દિવસ પહેલા જ સમાપ્‍ત થઇ ચૂકયો છે. નેપાળી કોંગ્રેસના નેતા શેર બહાદુર દેઉબા અત્‍યારે હંગામી વડાપ્રધાન તરીકે કામ કરી રહ્યા છે.

(4:25 pm IST)