Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ફ્રાન્સના ભવિષ્યવક્તાએ મંગળ ગ્રહ પર મનુષ્યના પ્રવેશને લઈને કરી હતી આ ભવિષ્યવાણી

નવી દિલ્હી: ફ્રાન્સના ભવિષ્યવક્તા નાસ્ત્રદમસ પોતાની ભવિષ્યવાણીઓને માટે જાણીતા છે અને સાથે તેમની અનેક ભવિષ્યવાણીઓ સાચી પણ સાબિત થઈ છે. તેઓએ 1556ના વર્ષમાં મોત પહેલા 6338 ભવિષ્યવાણીઓ કરી હતી. જેમાં તેઓએ દુનિયા ખતમ થવાથી લઈને મંગળ ગ્રહ પર મનુષ્ય ક્યારે પહોંચશે તેને લઈને પણ જાણકારી આપી હતી. નાસ્ત્રદમસે આ વર્ષ માટે અલગ અલગ ભવિષ્યવાણીઓ કરી છે. આ રીતે વર્ષ 2023ને માટે નાસ્ત્રદમસે અનેક ખતરનાક વાતો જણાવી હતી. ઉલ્લેખનીય છે કે તેમનો જન્મ 14 ડિસેમ્બર 1503ના રોજ જર્મનીમાં થયો હતો અને તેમનું મોત 2 જુલાઈ 1566માં થયું હતું. તેઓએ હિટલરના શાસન, દ્વિતિય વિશ્વ યુદ્ધ,9/11 નો આતંકી હુમલો અને ફ્રાન્સ ક્રાંતિને લઈને ભવિષ્યવાણીઓ કરી હતી જે સાચી સાબિત થઈ છે. નાસ્ત્રદમસે મંગળ ગ્રહને લઈને પણ અનેક ભવિષ્યવાણી કરી હતી અને કહ્યું હતું કે આ વર્ષે લાલ ગ્રહ પર વ્યક્તિ ક્યારે પગલા રાખશે. નાસ્ત્રદમસની ભવિષ્યવાણી અનુસાર વ્યક્તિને મંગળ પર પહોંચાડનારા મિશનમાં 2023માં એક મોટી કામયાબી મળી શકે છે. આ સાથે એમ પણ કહેવાયું છે કે સ્પેસ એક્સના સીઈઓ એલન મસ્ક મંગળ ગ્રહ પર માણસોની કોલોની વસાવવાની વાત કહી ચૂક્યા છે અને તેઓ 2029 સુધી મંગળ પર વ્યક્તિને મોકલવા ઈચ્છે છે. નાસ્ત્રદમસના અનુસાર શક્ય છે કે 2023માં મંગળ ગ્રહ સાથે જોડાયેલા કોઈ મિશનની જાહેરાત તેઓ કરે.

(5:20 pm IST)