Gujarati News

Gujarati News

News of Wednesday, 20th September 2023

સવારે ઉઠીને ખાલી પેટે આ 5 પીણાંનું સેવન કરવાથી થાય છે આ ફાયદા

નવી દિલ્હી: સ્વસ્થ રહેવુ હોય તો હૃદયને હેલ્ધી રાખવુ ખૂબ જરૂરી છે. શરીરની સાથે-સાથે હૃદયને સ્વસ્થ રાખવુ હોય તો સવારે ઉઠીને ખાસ ડાયટ ફોલો કરો. ખાલી પેટ અમુક ખાસ જ્યૂસને પોતાની ડાયટનો ભાગ બનાવવો જોઈએ. આ ખાસ ડ્રિન્ક કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલમાં રાખે છે. તમારુ દિલ કેટલુ વધુ હેલ્ધી છે એ તમારી ખાણીપીણી અને લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલુ છે.  તમારા દિવસની શરૂઆત એક ગ્લાસ ગરમ લીંબુ પાણીથી કરો. લીંબુ વિટામિન સી અને એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. આ સોજાને ઘટાડે છે અને લોહીના દબાણને ઘટાડવામાં પણ મદદ કરે છે. આ પાચન અને શરીરમાંથી ઝેરીતત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. ગ્રીન ટી કેટેચિન નામના એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. જે હૃદયના આરોગ્યમાં સુધારા સાથે જોડાયેલી છે. ખાલી પેટ એક કપ ગ્રીન ટી પીવાથી કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવા અને બ્લડ સર્ક્યુલેશનના કાર્યમાં સુધારો કરવામાં મદદ મળી શકે છે. બીટનો જ્યૂસ ઘણા પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. બીટ પોષક તત્વોનું પાવરહાઉસ હોય છે. આમાં મોટા પ્રમાણમાં નાઈટ્રેટ હોય છે જે બ્લડ સર્ક્યુલેશનને સારુ રાખે છે. સાથે જ બીપીને કંટ્રોલમાં રાખે છે. ખાલી પેટ બીટનો જ્યૂસ પીવાથી તમારા હૃદયને ખૂબ વધુ ફાયદો થાય છે. હળદરમાં કરક્યૂમિન હોય છે, જે એક શક્તિશાળી સોજાવિરોધી ઔષધિ છે. ગરમ દૂધમાં એક ચમચી હળદર મિક્સ કરવાથી એક શ્રેષ્ઠ પીણુ બની જાય છે જેને ગોલ્ડન મિલ્ક કહેવામાં આવે છે. નિયમિતરીતે આનું સેવન કરવાથી આ સોજાને ઓછા કરવા અને હૃદયનું આરોગ્ય સારુ રાખવામાં મદદ કરે છે.

 

(6:41 pm IST)