Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

બેડરૂમ,લિવિંગરૂમની જેમ સ્પેનમાં લોકો હવે બનાવી રહ્યા છે ક્રાઈંગ રૂમ

નવી દિલ્હી: તમે ઘરમાં બેડરૂમ, લિવિંગ રૂમ બાબતે તો ઘણી બધી વખતે સાંભળ્યું હશે પરંતુ શું તમે ક્યારેય ક્રાઇંગ રૂમ બાબતે સાંભળ્યું છે? નહીં ને! પરંતુ એકદમ સાચું છે. સ્પેનમાં લોકોને દબાવ મુક્ત કરવા માટે ક્રાઇંગ રૂમ બનાવવામાં આવી છે જ્યાં લોકો જાય છે અને દિલ ખોલીને રડે છે. આ ક્રાઇંગ રૂમમાં મને પણ તમારી ચિંતા છે જેવી નોટિસ લાગેલી છે જે ગુલાબી રંગમાં ચમકે છે. ખાસ આ રૂમના એક ખૂણામાં એવા લોકોના નામવાળા ફોન છે જેને તમે ઉદાસ અનુભવવા પર કોલ કરી શકો છે.

આ ફોન કોલમાં મનોવૈજ્ઞાનિક અને ડૉક્ટર પણ સામેલ છે. સેન્ટ્રલ મેડ્રિટમાં એક ઇમારતમાં બનાવવામાં આવેલી ખાસ આ રૂમમાં કોઈ પણ સામેલ થઈ શકે છે જેનું ઉદ્દેશ્ય માનસિક સ્વાસ્થ્યથી પીડિત લોકોને તેમાંથી કાઢવાનું છે. મદદ માગવાથી લઈને તેમના સંકોચને દૂર કરવાનું પણ તેનું મુખ્ય ઉદ્દેશ્ય છે. સ્પેનની રાજધાનીમાં રહેતા સ્વીડિશ વિદ્યાર્થી જોન નેલ્સમે કહ્યું કે માનસિક સ્વાસ્થ્યના મુદ્દાની કલ્પના કરવી વાસ્તવમાં ઉત્કૃષ્ટ વિચાર છે. સ્પેનમાં પણ અન્ય દેશોની જેમ રડવાને ખોટું માનવામાં આવે છે.

એક અઠવાડિયા પહેલા સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેજે અલગથી 100 મિલિયન યુરો (116 મિલિયન ડોલર)ના માનસિક સ્વાસ્થ્ય અભિયાનની જાહેરાત કરી જેમાં 24 કલાક આત્મહત્યા હેલ્પલાઇન જેવી સુવિધાઓ પણ સામેલ હશે. સ્પેનમાં ક્રાઇંગ રૂમનું ઉદ્દેશ્ય માનસિક સ્વાસ્થ્યની નિષેધ દૂર કરવાનું છે. વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ (10 ઓક્ટોબર)ના અવસર પર યોજનાની શરૂઆત કરતા તેમણે માનસિક બીમારી બાબતે કહ્યું કે આ વર્જિત નથી પરંતુ એક સાર્વજનિક સ્વાસ્થ્ય સમસ્યા છે જેની બાબતે આપણે વાત કરવી જોઈએ અને સમાધાન કાઢવું જોઈએ.

(6:12 pm IST)