Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

ઓક્સફર્ડની રસીએ દેખાડી પોતાની અસર:ઉંમરલાયક લોકો પર સકારાત્મક અસર જોવા મળી

નવી દિલ્હી: વકરતી કોરોના (Corona Vaccine) મહામારી વચ્ચે વેક્સીન (Veccine)ને લઈને રાહતભર્યા સમાચાર આપ્યા છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી (Oxford University) ની કોરોના વાયરસ વેક્સિને વૃદ્ધો પર પણ સકારાત્મક અસર દેખાડી છે. આ વેક્સીનની કોઈ પણ પ્રકારની આડ અસર પણ જોવા મળી નથી.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સીને (Oxford University Vaccine) 56 થી 70 વર્ષથી વધુ ઉંમરના સ્વસ્થ લોકોમાં ઇમ્યૂન રિસ્પોન્સ (Immunogenicity) પેદા કર્યો છે. એક અહેવાલ પ્રમાણે 560 સ્વસ્થ લોકો પર કરવામાં આવેલા અભ્યાસનો ડેટાપબ્લિશ થયો છે. તેમાં ChAdOx1 nCoV-19 વેક્સિનને સુરક્ષિત ગણાવવામાં આવી છે.

(5:29 pm IST)