Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

હોંગકોંગમાં ચીનની ઘુસણખોરીના મુદ્દે અમેરિકા સહીત યુરોપના દેશોએ આપી ધમકી

નવી દિલ્હી: હોંગકોંગમાં ચીનની ઘુસણખોરીના મુદ્દે દુનિયા આખીએ ઘેરી લેતાં ચીને અમેરિકા સહિત યૂરોપના દેશોને ધમકી આપતાં કહ્યું હતું કે ખબરદાર, તમારી આંખો ફોડીને તમને આંધળા કરી નાખીશું.. અમારી અંદર અંદરની વાતમાં તમે શું કામ ટાંગ અડાવો છો... અમેરિકા, ઇંગ્લેંડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને કેનેડાએ ફાઇવ આય્ઝ નામે એક ગ્રુપની રચના કરી હતી અને હોંગકોંગમાં ચીનના વિરોધી હોય એવા લોકોને સાંસદ નહીં બનાવવા ચીને હોંગકોંગને નવા નિયમો (કાયદા ) ઘડવાની હાકલ કરી હતી. એ સામે ફાઇવ આય્ઝના દેશોએ વિરોધ કર્યો હતો. આથી ચીન ભડકી ગયું હતું.

(5:31 pm IST)