Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ચીનમાં લોકો પી રહ્યા છે વંદાનું શરબત

નવી દિલ્હી: ચીન સહિતના ઘણા એશિયન દેશોમાં વંદાને તળીને ખાવામાં આવે છે અને હવે તેની ડીમાન્ડ પણ વધી રહી છે. ત્યારે વંદા ઉછેરવાનો ઉદ્યોગ પણ મોટાપાયે શરુ થયો છે. ઘણા માટે વંદા કમાણીનુ સાધન બની ગયા છે. ચીનમાં તો લોકો તેનુ શરબત પણ પીએ છે. ચીનના મીડિયા રિપોર્ટ પ્રમાણે ચીનના એક શહેરમાં તો એક દવા કંપની દર વર્ષે 600 કરોડ વંદાને બિલ્ડિંગમાં ઉછેરે છે. બિલ્ડિંગ બે મેદાન જેટલી મોટી છે. અહીંયા હંમેશા અંધારુ રાખવામાં આવે છે. ત્યાંના વાતાવરણમાં ગરમી અને ભેજ રાખવામાં આવે છે. જેથી વંદાઓના ઉછેર માટે યોગ્ય વાતાવરણ બની રહે.

કંપની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સિસ્મટથી વંદાના ઉછેર પર નજર રાખે છે. તે ના થકી બિલ્ડિંગની અંદરનુ તાપમાન, વંદાઓનુ ભોજન અને ભેજ પર નિયંત્રણ રખાય છે. ઓછામાં ઓછા સમયમાં વધારે વંદાનો ઉછેર કંપનીનુ લક્ષ્‍છે. વંદા પુખ્ત થાય છે તે પછી તેને કચડી નાખીને તેનુ શરબત બનાવાય છે. ચીનના લોકો તેને દવા માને છે. શરબતનો ઉપયોગ ઝાડા-ઉલ્ટી, પેટની બીમારીઓ, શ્વાસની બીમારીઓ મટાડવા માટે કરાય છે.

(5:43 pm IST)