Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

ઓસ્ટ્રેલીયામાં પુરઃ ૧ નું મોતઃ ૨ લાખ ઘરોમાં વિજળી ગુલ

સીડનીઃ ઓસ્ટ્રેલીયામાં અચાનક પુરથી ૧ વ્યકિતનું મોત થયેલ. દેશના દક્ષિણ પૂર્વો ભાગમાં બુધવારે તોફાન અને વૃક્ષ ઉખડી ગયેલ, લોકો કાર અને ઘરોમાં ફસાઇ ગયેલ. ન્યુ સાઉથ વેલ્સમાં જોરદાર વરસાદ સાથે કરા પડેલ. બે લાખ ઘરોની વીજળી ગુલ થયેલ. એન્ટાર્કટીકાથી ચાલેલ ઠંડા પવનોએ સીડનીનું તાપમાન ઘટાડી ૧૦ ડિગ્રી કરી દીધેલ. જે ૩૭ વર્ષનો રેકોર્ડ છે.

(12:57 pm IST)
  • અમૂલ ડેરીને ૧૩૫ એકર આનંદપર નવા ગામમાં જમીન આપવા અંગે કલેકટરની સરકારમાં દરખાસ્ત : સ્ટાર્ટીંગમાં અમૂલ ડેરી ૨૫ લાખ લીટર રોજનું ઉત્પાદન કરશે : આને કારણે ગામડાઓની ઈકોનોમી વધશે : બહેનો અને અન્ય લોકોની રોજગારી પણ વધશે access_time 12:16 pm IST

  • 11મીથી પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે ખુલશે : કોરોના ગાઈડલાઈન સાથે ભક્તો કરી શકશે માતાજીના પ્રત્યક્ષ દર્શન : કોરોના મહામારીને લઈ ચૈત્રી નવરાત્રીથી ભક્તો માટે મંદિર બંધ હતું : હવે સવારે 6 થી સાંજે 7.30 કલાક સુધી દર્શન માટે મંદિર ખુલ્લુ રહેશે access_time 6:46 pm IST

  • પુરીમાં જગન્નાથ પુરીની રથયાત્રા આ વર્ષે પણ નહિં યોજાય : ઓડીશા સરકારનો નિર્ણય કોરોના ગાઈડલાઈન્સ પ્રમાણે આયોજન થશે : રથાયાત્રાને ભક્તો વગર ફક્ત સેવકોની સાથે જ કાઢવામાં આવશે. તેની સાથે જ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ અને વેક્સિન લગાવી ચુકેલા સેવક જ યાત્રામાં સામેલ થઈ શકશે : આવતા મહિને ૧૨ જુલાઈઍ પુરીમાં રથ યાત્રા યોજવામાં આવશે : દૂરદર્શન પર લાઈવ પ્રસારણ થશે, જેથી લોકો ઘરમાં જ દર્શન કરી શકે access_time 5:48 pm IST