Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

મિઝોરમમાં ર૦૦ લોકોના પરિવારના મોભી ચાનાનું રવિવારે મૃત્યુ થયેલ

સૌથી મોટા પરિવારના  મુખીયા જીવીત હોવાનો દાવોઃ અંતિમવિધિ માટે તૈયાર નથી

મીઝોરમ તા. ૧૬ : વિશ્વના સૌથી મોટા પરિવારના મુખીયાજીઓન ચાનાના પરિજનો તેના અંતિમ સંસ્કાર માટે તૈયાર નથી. પોલીસે પણ આ મામલે હસ્તક્ષેપ કર્યો છે. ચાનાને હાઇપર ટેન્શન અને ડાયાબીટીસ હતું તબીયત બગડતા તેને દાખલ કરાયેલ અને હોસ્પીટલમાં તેનું મૃત્યુ થયેલ.

ડોકટરોએ તેના મૃત્યુની પુષ્ટી કરેલ પણ તેના સંપ્રદાયના સચીવ જૈતિનખુમાએ દાવો કરેલ કે હોસ્પીટલથી ઘરે લાવતા તેના ધબકારા ફરી શરૂ થયેલ. પરિજન અને બકટાવંગ તલંગનમ ગામના લોકો તેને દફત ન કરી શકે.

ચાનાની ઉમંર ૭૬ વર્ષની હતી અને તેને ૩૮ પત્ની અને ૮૯ બાળકો છે. અનેકપૌત્ર -પૌત્રીઓના આ પરિવારની સંખ્યા ર૦૦ આસપાસ છે. મિઝોરમમાં આવેલ તેનું ૪ માળનું ઘર પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.

(3:18 pm IST)