Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

દુનિયામાં 50 ટકા વર્કિંગ માતાઓ માનસિક બીમારીથી પીડાય છે.

નવી દિલ્હી: નોકરિયાત માતા માટે નોકરી અને ઘરની સાથે બાળકોને સંભાળવાની ચિંતા તેમને માનસિક રીતે પ્રભાવિત કરી રહી છે. આ બાબત એક આરોગ્ય સરવેમાં સામે આવી છે. નોકરી કરતી આશરે અડધી માતા હતાશા કે ચિંતાથી પીડાય છે. સીવીએસ હેલ્થના મતે, કામ કરતી 42% માતાઓને ડિપ્રેશન કે ચિંતા હોય છે. આ ઉપરાંત કામના સ્થળે પર 25% મહિલા એવી છે જેમને સંતાન નથી પરંતુ તેઓ તણાવની પણ ફરિયાદ કરે છે. સરવેમાં સામેલ 50% કર્મચારીઓનું કહેવું છે કે કામનો તણાવ તેમના પરિવાર, મિત્રો અને સંબંધોને પણ અસર કરે છે. જો પરિવારમાં બાળકો હોય તો પરિવારની સંભાળ રાખવાની જવાબદારી મહિલા પર જ વધુ હોય છે. આ સરવેમાં મહિલાઓએ સ્પષ્ટતા કરી છે કે કેરિંગ પોઝિશનમાં આવ્યા પછી તેઓ પોતાના માનસિક સ્વાસ્થ્યનું ઓછું ધ્યાન રાખે છે, જ્યારે પુરુષો પોતાની વધુ સારી રીતે કાળજી લે છે. સરવેમાં સામેલ માતાઓએ પણ તેના ઉપાય પણ જણાવ્યા છે. તેઓ માને છે કે જો કામકાજના સ્થળે પેઇડ લિવ પોલિસી હોય તો કેટલીક વર્કિંગ માતાઓનો તણાવ ઘટાડી શકાય.

(7:08 pm IST)