Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

બ્રાઝિલના મિનસ ગેરૈસ સ્ટેટના ઇબ્રાઇટમાં ગેસ સિલિન્ડર ભરેલ એક ટ્રક અચાનક ચાલવા લાગતા અફડાતફડી

નવી દિલ્હી: બ્રાઝિલના મિનસ ગેરૈસ સ્ટેટના ઇબ્રાઇટમાં ગૅસ સિલિન્ડર ભરેલી એક ટ્રક અચાનક ચાલવા લાગી હતી. ડ્રાઇવર ટ્રક ચાલુ કરીને ન્યુટ્રલમાં રાખીને ગૅસ સિલિન્ડર લૉડ કરાવતો હતો. ત્યારે ટ્રકને પહેલાં ગિયરમાં નાખતાં તે ચાલવા લાગી હતી. આ પછી તરત જ ડ્રાઇવર જીવના જોખમે ટ્રક સાથે દોડ્યો અને સ્ટિયરિંગ સંભાળ્યું હતું. મહત્ત્વનું છે કે, ડ્રાઇવર ટ્રકમાં બેસીને બ્રેક મારતાં મોટી દુર્ઘટના ટળી હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી.

(6:36 pm IST)
  • સાબરમતી કાંઠામાં કમોસમી વરસાદથી પાકને નુકશાન : સાબરકાંઠાના વાતાવરણમાં પલટોઃ જિલ્લામાં મધરાત બાદ ભારે પવન સાથે વરસાદ, ખેતરમાં ઘઉંના પાકને નુકસાનની ભીતિ છે. access_time 4:07 pm IST

  • કોરોનાની અસર વડોદરા હવાઇ સેવા ઉપર પડી : વડોદરામાં કોરોનાની અસર હવાઇ સેવા ઉપર પડી, મુસાફરો ન મળતા ર ફલાઇટ કેન્સલ થઇ. વડોદરાથી દિલ્લી અને મુંબઇની ફલાઇટ કેન્સલ થઇ છે. access_time 4:06 pm IST

  • આજે રાજકોટ કોર્પોરેશને સાંજે જે નવા કોરોના કેસની યાદી બહાર પાડી છે તેમા અને ગાંધીનગરથી છેલ્લા 24 કલાક ના નવા કોરોના કેસના અકડાઓમાં વિસંગતતા જણાતા અકિલા એ રાજકોટ મ્યુ. કમિશ્નર શ્રી ઉદિત અગ્રવાલ ને આ બાબતે પૂછતાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે રાજકોટ કોર્પોરેશને સાંજે જે આંકડાઓ દર્શાવ્યા છે તે છેલ્લા 24 કલાકના છે, નહિ કે બપોરથી સાંજના. એટલે રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 397 નવા કોરોના કેસ નોંધાયાનું શ્રી ઉદિત અગ્રવાલે અકિલા ને જણાવ્યું છે. access_time 9:23 pm IST