Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

અમેરિકા-મેકિસકો બોર્ડર પાસે અંધાધૂધ ફાયરિંગઃ ૧૮ લોકોનાં મોત

અનેક વાહનો પર સવાર સશસ્ત્ર હુમલાખોરોએ સામાન્ય લોકો પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધી હતી

ન્યુયોર્ક, તા.૨૧: અમેરિકામાંથી ફરી એકવાર હિંસાનાં સમાચાર સામે આવ્યા છે. આ વખતે અમેરિકાની સરહદ નજીક મેકસીકન શહેરનાં રેનોસામાં અનેક વાહનોમાં આવેલા હુમલાવરોએ સામાન્ય લોકોને નિશાન બનાવ્યા હતા અને તેમના પર ફાયરિંગ કર્યું હતુ. કહેવામાં આવી રહ્યું છે કે, આ હિંસક દ્યટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૮ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને લગતી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ સામે આવી છે.

મળી રહેલી માહિતી અનુસાર, અનેક વાહનો પર સવાર સશસ્ત્ર હુમલાખોરોએ સામાન્ય લોકો પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. જેનાથી સ્થળ પર ગંભીર વાતાવરણ સર્જાયું હતું. લોકોએ પોતાનો જીવ બચાવવા માટે દોડો દોજી શરૂ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ દ્યટનામાં ૧૮ લોકોનાં મોત નીપજયાં છે. સુરક્ષાદળોનું કહેવું છે કે સુરક્ષા દળનાં જવાનોએ ચાર શકમંદોને ઠાર કર્યા છે. જેમા તે વ્યકિત પણ સામેલ છે જે બોર્ડર બ્રિજની નજીક માર્યો ગયો હતો. તેમણે જણાવ્યું કે, આ દ્યટના બાદ સ્થળ પર અંધાધૂંધી ફેલાઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ હુમલો શનિવારે બપોરે શરૂ થયો હતો. આ દ્યટનાનાં દ્યણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં રેનોસાની શેરીઓમાં મૃતદેહો પડેલા જોવા મળે છે. વળી આ દ્યટના પછી, રેનોસાનાં મેયર માકી અસ્તેર ઓર્ટિઝ ડોમિંગુએઝે ટ્વીટ કરીને નાગરિકોની સુરક્ષાની માંગ કરી છે.

(12:20 pm IST)