Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

મહિલાના ગર્ભમાં એક સાથે ઉછરી રહ્યા છે ૧૩ બાળકો ?

અગાઉ ૩ જોડિયા બાળકો સહિત ૬ બાળકોને આપી ચૂકી છે જન્‍મ

લંડન,તા. ૨૧:સ્ત્રી માટે ગર્ભવતી થવું, માતા બનવું ખૂબજ મહત્ત્વનું માનવામાં આવે છે. એક ગર્ભવતી મહિલા વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે તેના ગર્ભમાં એક સાથે ૧૩ બાળકો વધી રહ્યા છે. અગાઉ આ મહિલાએ એક વખત જોડિયા અને બીજી વખત એકસાથે ત્રણ બાળકોને જન્‍મ આપ્‍યો હતો. આ મેક્‍સિકન મહિલાના બાળકોના ઉછેર માટે દાનની માંગ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, કાઉન્‍સેલર ગેરાર્ડો ગુરેરોએ મદદ માટે અપીલ કરી છે અને કહ્યું છે કે મહિલાના ગર્ભમાં ૧૩ બાળકો ઉછરી રહ્યા છે.
આ મામલો મેક્‍સિકોના ઇક્‍સટાપલૂકાનો છે. ફાયરમેન એન્‍ટોનિયો સોરિયાનો પહેલેથી જ ૬ બાળકોનો પિતા છે. એક જોડિયા અને એક ત્રિપુટી છે. રિપોર્ટ અનુસાર, હવે તેની પત્‍ની મેરિત્‍ઝા હર્નાન્‍ડીઝ મેન્‍ડેઝ એકસાથે ૧૩ બાળકોને જન્‍મ આપવા જઈ રહી છે.
બ્રિટિશ ન્‍યૂઝ વેબસાઈટમાં છપાયેલા અહેવાલ અનુસાર સ્‍થાનિક કાઉન્‍સિલર ગેરાર્ડો ગુરેરોએ લોકોને પરિવારની મદદ કરવાની અપીલ કરી છે. તેણે કહ્યું હું તમને એકજૂટતા માટે અપીલ કરું છું. સૌ પ્રથમ, હું કહેવા માંગુ છું કે તમારે આ વ્‍યક્‍તિને ઓળખવા જોઈએ અને સાથે મળીને દાન કરવું જોઈએ જેથી તે એના પરિવારનો ખર્ચ ઉઠાવી શકે.
ગેરાર્ડોએ આગળ કહ્યું, એન્‍ટોનીયો ૧૪ વર્ષથી ફાયર ફાયટરની સર્વિસ કરી રહ્યો છે. પરંતુ તેને જે પગાર મળે છે અથવા મોટા ભાગનું કામ એવું હશે જેમાં તેને એટલી સેલેરી નથઈ મળતી કે જેનાથી તે ૧૯ બાળકોનું પાલન પોષણ થઈ શકે. એન્‍ટોનિયોની પત્‍નીએ એકસાથે એક કરતાં વધુ બાળકોને જન્‍મ આપ્‍યો છે. વર્ષ ૨૦૧૭માં તેણે પહેલા બાળકને જન્‍મ આપ્‍યો હતો. ત્‍યારબાદ વર્ષ ૨૦૨૦માં તેણે જોડિયા બાળકોને જન્‍મ આપ્‍યો. વર્ષ ૨૦૨૧માં એન્‍ટોનિયોની પત્‍નીએ ત્રિપુટીને જન્‍મ આપ્‍યો હતો. અને હવે તે ટૂંક સમયમાં એકસાથે ૧૩ બાળકોને જન્‍મ આપવા જઈ રહી છે.
સામાન્‍ય રીતે નિષ્‍ણાતો એક જ સાથે આટલી મોટી સંખ્‍યામાં બાળકોની ડિલિવરીને રિસ્‍કી ગણાવે છે. તેમ છતાં ગેરાર્ડોએ દાવો કર્યો હતો કે ડોક્‍ટરોએ કહ્યું છે કે તમામ ૧૩ બાળકો હજુ પણ ઠીક છે. તેમણે કહ્યું કે એક સાથે આટલા બાળકોનો જન્‍મ થવો ખૂબ જ રેર કેસ છે.
ગેરાર્ડોએ મેયર ફેલિપ અરવિઝુને આ મામલે હસ્‍તક્ષેપ કરવા અને પરિવારને આર્થિક મુશ્‍કેલીઓનો સામનો ન કરવો પડે તેની મદદ માગી છે.

 

(10:01 am IST)