Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

હોંગકોંગમાં જમ્બો ફ્લોટિંગ રેસ્ટોરન્ટ સમુદ્રમાં ડૂબ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: હોંગકોંગનું આઇકોન જમ્બો ફ્લોટિંગ રેસ્ટોરન્ટ સાઉથ ચાઇના સમુદ્રમાં ડૂબી ગયુંઆ તરતી રેસ્ટોરન્ટ, જે એક સમયે હોંગકોંગનું પ્રખ્યાત પ્રવાસી આકર્ષણ હતું, તે શહેરથી દૂર ગયા પછી ડૂબી ગયું. તે 1976 માં ખોલવામાં આવ્યું હતું અને કેન્ટોનીઝ ફૂડમાં ટોચ લેવલનું માનવામાં આવતું હતું. આ તરતી રેસ્ટોરન્ટ ઘણા વર્ષોથી હોંગકોંગમાં એક ઐતિહાસિક અને અનોખી સંસ્થા હતી. તેમાં ક્વીન એલિઝાબેથ અને હોલીવુડ સુપરસ્ટાર ટોમ ક્રુઝ જેવી હસ્તીઓ પણ આવી ચુક્યા હતા. આ રેસ્ટોરન્ટ કોવિડ 19 રોગચાળાના સમયે બંધ કરવામાં આવી હતી, ત્યારથી તે ખુલી નથી. આ જૂના રેસ્ટોરન્ટને પુનઃજીવિત કરવા માટે ઘણા વર્ષોના પ્રયત્નો કરવામાં આવ્યા હોવા છતાં, તેના માલિકો તેને ફરીથી ખોલવા માટે કોઈ રોકાણકારો શોધી શક્યા નથી. આખરે તેને હોંગકોંગના એબરડીન હાર્બરથી દૂર કરવામાં આવ્યું. આ રેસ્ટોરન્ટનું સંચાલન કરતી કંપની એબરડીન રેસ્ટોરન્ટ એન્ટરપ્રાઇઝે મીડિયાને જણાવ્યું કે, બિઝનેસ ચલાવવાનો ખર્ચ દિવસેને દિવસે વધી રહ્યો છે. તેના માટે રેસ્ટોરન્ટમાં સતત પૈસાનું રોકાણ કરવું અશક્ય બની રહ્યું હતું. કંપની દર વર્ષે મેઇન્ટેનન્સ અને ઇન્સ્પેક્શન ખર્ચમાં લાખો ડૉલરનો ખર્ચ કરતી હતી, પરંતુ તેમને મળેલી આવકમાંથી વધુ નફો થતો ન હતો.

(6:11 pm IST)