Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યા મુજબ કોરોના વાઇરસ સામે સૌથી લડવાના છે આ સચોટ ઉપાય

નવી દિલ્હી: કોરોના વાઇરસના કારણે આપણું જીવન અને સંબંધો બદલાઈ રહ્યાં છે. આવા સમયે ઢગલાબંધ સલાહો મળવા લાગે તે ઊલટાની મૂંઝવે તેવી પણ હોઈ શકે છે. અહીં તમને ઉપયોગી થાય એવી કેટલીક ટિપ્સ આપી છે. સમયાંતરે તમારા હાથ સાબુ અને પાણી અથવા આલ્કોહોલ આધારિત હૅન્ડ રબથી સારી રીતે ધુઓ. ઘસીને હાથ ધોવાથી તેના પર રહેલા વાઇરસ નાશ પામે છે.

આંખ, નાક અને હોઠને હાથથી અડવાનું ટાળો. હાથથી આપણે અનેક સપાટીને સ્પર્શ કરતા હોઈએ છીએ અને તેમાં વાઇરસ આવી ગયો તેવું બને. આવા હાથે તમે ચહેરાનાં આ અંગોને અડો તો તેનાથી શરીરમાં ચેપ પ્રવેશી શકે.

 

ખાંસી કે છીંક આવે ત્યારે ટિસ્યૂ પર કે હાથરૂમાલ પર કરો. તે પણ ના હોય ત્યારે કોણી વાળીને તેની વચ્ચે કરો જેથી છાંટા આસપાસ ઊંડે નહીં.

ટિસ્યૂ તરત ફેંકી દો. તેની પાછળનો હેતુ વાઇરસ ધરાવતા છાંટા બીજા સુધી ના પહોંચે અને ચેપ ના લગાવે તેવો છે.

આ જ કારણસર એકબીજાથી 2 મિટરનું - બંને બાજુ હાથ ફેલાવીએ લગભગ તેટલું અંતર રાખવા માટેનું કહેવામાં આવે છે.

ઘણા બધા વિસ્તારોમાં લોકોને ઘરની બહાર ના નીકળવા સૂચના આપવામાં આવી છે. અનિવાર્ય કામે જ બહાર નીકળવું જોઈએ, જેથી ખાંસી કે છીંક ખાનારા બીજા લોકોના સંપર્કમાં આવવાનું બને નહીં.

બહાર નીકળો અને સંપર્કમાં આવો ત્યારે હાથ મેળવવાનું ટાળો એમ WHO કહે છે. જરાક નમીને કે નમસ્તે કહીને હાથ જોડીને અભિવાદન કરી શકાય. બજારમાં મળતાં કાપડના સાદા માસ્કથી ચેપથી બચી શકાતું નથી. કારણ એ કે તે બહુ ઢીલા હોય છે, આંખેને ઢાંકતા નથી અને લાંબો સમય પહેરી શકાતા નથી.

(5:17 pm IST)