Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

અફઘાનિસ્તાનમાં ચાલી રહેલ હિંસાથી લાખો લોકોને કાબુલમાં આશરો લેવાની મજબૂરી આવી

નવી દિલ્હી: અમેરિકા અને નાટો દેશના સૈનિકોએ અફઘાનિસ્તાન છોડવાનુ શરૂ કર્યા બાદ તાલિબાને ફરી આ દેશમાં વર્ચસ્વ જમાવવા માંડ્યુ છે. અફઘાનિસ્તાનની સેના અને તાલિબાન વચ્ચે ઠેર ઠેર ચાલી રહેલા ભીષણ જંગના કારણે હજારો લોકો રાજધાની કાબુલમાં શરણ લેવા માટે પહોંચ્યા છે. આ લોકો અફઘાનિસ્તાનના ઉત્તરમાં આવેલા કુંદજ શહેરમાંથી બચીને ભાગ્યા છે.

અહીંથી ભાગીને આવેલા લોકો કહી રહ્યા છે કે, ચોથી વખત અમારે શરણાર્થી બનવાનો વારો આવ્યો છે. અમે ખુશીનો એક દિવસ નથી જોયો ,અમે ખાલી હિંસા જોઈ છે.લડાઈમાં અમારા ઘરો બરબાદ થઈ ગયા છે. એક તરફ તાલિબાન અને બીજી તરફ અફઘાનિસ્તાન સેના ગોળીઓ ચલાવી રહી છે.

યુએનનુ કહેવુ છે કે, અફઘાનિસ્તાનમાં શરૂ થયેલી હિંસાના કારણે 2.70 લાખ લોકોને ઘર છોડવા મંજબૂર થવુ પડ્યુ છે. ખાસ કરીને ઉત્તરી વિસ્તારોમાંથી લોકોન મોટા પાયે હિજરત થઈ રહી છે.

 

(5:17 pm IST)