Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

તો આ કારણોસર લોકોને ચીનની વેક્સીન પરથી ભરોસો ઉઠી રહ્યો છે

નવી દિલ્હી: સમગ્ર એશિયામાં કોવિડ-19 સામે લોકોને રક્ષણ આપવામાં ચીની વૅક્સિન્સે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. લાખો લોકોને સાઇનૉવેક અથવા તો સાઇનૉફાર્મ વૅક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. જોકે, તાજેતરનાં સપ્તાહોમાં તેની અસરકારકતા બાબતે ચિંતા વધી છે. પોતાના રસીકરણ કાર્યક્રમમાં ચીની વૅક્સિન્સનો મોટા પાયે ઉપયોગ કરતા કેટલાક એશિયન દેશોએ જાહેરાત કરી છે કે હવે તેઓ અન્ય વૅક્સિનનો ઉપયોગ કરશે. આ પગલાંએ ચીનની વૅક્સિનની વિશ્વસનીયતા વિશે જ નહીં, પરંતુ એશિયામાં વૅક્સિન ડિપ્લોમસીના ચીનના પ્રયાસો સામે પણ સવાલ ઊભા કર્યા છે. ઇન્ડોનેશિયામાં હવે કોઈ પણ સમયે કોવિડની નવી લહેર ફાટી નીકળવાની શક્યતા છેપોતાની વૅક્સિન નીતિમાં ફેરફારની જાહેરાત થાઇલૅન્ડે ગયા સપ્તાહે કરી હતી. એ મુજબ સાઇનૉવેકના બે ડોઝના સ્થાને થાઇલૅન્ડના નાગરિકોને સાઇનૉવેક અને ઍસ્ટ્રાઝેનેકા વૅક્સિનના મિક્સના ડોઝ આપવામાં આવશે.

(5:18 pm IST)