Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

ચીને તાઇવાન મુદ્દે જાપાન પર પરમાણુ હુમલાની આપી ધમકી

નવી દિલ્હી: દુનિયાને કોરોના મહામારીમાં ધકેલનાં ચીન પરમાણુ હુમલોની કહાની પણ રચી શકે છે. ચીને તાઈવાન મુદ્દે જાપાન પર પરમાણુ હત્પમલાની ધમકી આપી છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી એ એક વીડિયો બહાર પાડો છે. જેમાં કહેવાયું છે કે જો જાપાન તાઈવાનની મદદ કરવાની ભૂલ કરશે તો તેના પર પરમાણુ બોમ્બથી હત્પમલો કરવામાં આવશે. આમ તો ચીન તાઈવાન મુદ્દે હંમેશાથી આક્રમક રહે છે પરંતુ આ પ્રકારની પરમાણુ હત્પમલાની ધમકી કદાચ પહેલીવાર સામે આવી છે.

ચીનની આ ધમકી એવા સમયે આવી છે યારે લગભગ બે અઠવાડિયા પહેલા જાપાને તાઈવાનના સાર્વભૌમત્વની રક્ષા કરવા અંગે વાત કરી હતી. જાપાનના ડેપ્યુટી પીએમ તારો અસો એ કહ્યું હતું કે જાપાને ચોક્કસપણે તાઈવાનની રક્ષા કરવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું હતું કે તાઈવાનમાં કોઈ મોટી ઘટના ઘટે તો જાપાનના અસ્તિત્વ માટે જોખમ ઊભુ થશે. આથી આવી સ્થિતિમાં જાપાન અને અમેરિકાએ મળીને તાઈવાનની રક્ષા માટે કામ કરવું પડશે.

(5:16 pm IST)