Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

હવે અલગ રીતે કોરોના ટેસ્ટ કરવાની અમેરિકામાં મંજૂરી માંગવામાં આવી

નવી દિલ્હી: ભારતમાં જે ટેકનીકનો ઉપયોગ નશા કરનારાઓની ઓળખ કરવા માટે વાપરવામાં આવે છે, તેવી જ રીત કેટલાંક દેશોમાં કોરોના ટેસ્ટ માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. મતલબ કે તમારા શ્વાસ લેવાથી જ જાણી શકાશે કે તમે નેગેટિવ છો કે પોઝિટિવ. આ ઘણો જ સરળ રીત છે અને તેનું રિઝલ્ટ પણ તરત જ તમને મળી જશે. આ કોવિડ ટેસ્ટ બ્રેથ એનાલાઈઝર દ્વારા કરવામાં આવે છે. સિંગાપોર અને નેધરલેન્ડ જેવા દેશોમાં પહેલા જ આ ટેસ્ટને મંજૂરી આપવામાં આવી ગઈ છે અને ત્યાં તેનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. હવે અમેરિકામાં પણ તેના ઉપયોગ કરવા માટેની મંજૂરી માંગવામાં આવી છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીની રિસર્ચરે કહ્યું છે કે કંપની પોતાના કોવિડ-19 બ્રેથ એનાલાઈઝરના ઈમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી માટે અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનમાં આવેદન કર્યું છે.

દુનિયાભરની તમામ કંપની આ ટેકનીકને વિકસિત કરવામાં લાગી છે જેથી જીવનનો હિસ્સો બની ચૂકેલા કોરોના વાયરસ સાથે લડવામાં સરળતા રહે. આ કડીમાં ડચ કંપની બ્રેથોમિક્સે સ્પાઈરોનોઝ નામનું એક ડિવાઈસ તૈયાર કર્યું છે. આ ડિવાઈસ પાણીની બોટલ આકારનું છે. જે વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરવાનો હોય છે તેણે આ ડિવાઈસમાં પોતાનો શ્વાસ છોડવો પડે છે. જો આ વ્યક્તિની અંદર કોરોનાના લક્ષણ હોય છે તો આ ડિવાઈસ તેને ડિટેક્ટ કરી લે છે અને થોડીક જ સેકન્ડમાં ખબર પડી જાય છે કે તે વ્યક્તિ કોરોના પોઝિટિવ છે કે નેગેટિવ. બ્રેથોનિક્સ કંપનીના આ ડિવાઈસને સિંગાપોરમાં મે મહિનામાં જ મંજૂરી આપવામાં આવી છે. બ્રેથોનિક્સ સિવાય સિંગાપોરમાં સિલ્વર ફેક્ટરી ટેકનોલોજીના કોવિડ-19 બ્રેથ એનલાઈઝરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નેધરલેન્ડમાં પણ આ કોરોના ટેસ્ટિંગ ટેકનીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હવે અમેરિકામાં પણ તેના ઉપયોગની તૈયારી કરવામાં આવી રહી છે. બ્રેથોમિક્સના ચીફ ટેકનોલોજી એન્ડ સાયન્ટીફિક ઓફિસરે કહ્યું છે કે, અમે પોતાના સિસ્ટમને ટ્રેઈન કરતી વખતે બતાવીએ છે કે કંઈ સ્મેલ અસ્થમાની, લંગ કેન્સરની છે. આ રીતે ડેટાબેઝ તૈયાર થાય છે.

(5:20 pm IST)