Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

ચીનના હેનાન પ્રાંતમાં આવેલ પૂરના કારણોસર અત્યારસુધીમાં 12 લોકોના મોત:2 લાખથી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ચીનના મધ્ય હેનાન પ્રાંતમાં વરસાદ અને પૂરના કારણે ઘટેલી દુર્ઘટનાઓમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે અને લગભગ બે લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા છે. શહેરના રસ્તાઓ પાણીમાં ડૂબેલા છે અને વીડિયોમાં ગાડીઓ તરતી નજરે ચડે છે. આ બાજુ સબવે ટનલમાં પાણી ભરાઈ જવાથી તળાવ જેવો નજારો જોવા મળે છે. સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યાં મુજબ હેનાનના હવામાન ખાતાએ જણાવ્યું કે પ્રાંતીય રાજધાની ઝેંગઝોઉમાં મંગળવારે સાંજે ચારથી પાંચ વાગ્યા વચ્ચે રેકોર્ડ 201.9 મિલિમીટર વરસાદ પડ્યો. ઝેંગઝોઉ (Zhengzhou) નગર કેન્દ્રમાં મંગળવારે 24 કલાકમાં સરેરાશ 457.5 મિમી વરસાદ પડ્યો. હવામાન મામલે રેકોર્ડ રાખવાની શરૂઆત થઈ ત્યારબાદથી શહેરમાં લગભગ એક હજાર વર્ષમાં પહેલીવાર આટલો ભીષણ વરસાદ પડ્યો છે.

(5:21 pm IST)