Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

લદાખ સીમા પર ચીની સેનાના આક્રમક વલણથી અમેરિકા ભારતની મદદે પહોંચ્યું

નવી દિલ્હી: લદ્દાખ સીમા પર ચીની સેનાના આક્રમક વલણને જોતા અમેરિકા ભારતની મદદ માટે પોતાના સૌથી એડવાન્સ અને ઘાતક પરમાણુ બોમ્બર B-2 સ્ટીલ્થ બોમ્બરને તૈનાત કરી શકે છે. અમેરિકાનું આ વિમાન એકસાથે 16 પરમાણુ બોમ્બ લઈને ઉડાન ભરવાની ક્ષમતા ધરાવે છે. આ વિમાન ટૂંક સમયમાં ભારતીય વાયુસેનાની સાથે ફ્લાઇ ઓવર મિશન, યુદ્ધની તૈયારીઓ અને યુદ્ધ રણનીતિ બનાવવા માટેના અભિયાનોમાં સામેલ થઇ શકે છે.

                ભારત અને અમેરિકાના આ સંયુક્ત અભ્યાસને ભારત-ચીન સીમા પર અંજામ આપવાની તૈયારીઓ ચાલી રહી છે. ભારત સાથે મિત્રતાની સાથે સાથે અમેરિકા ચીનના એર ડિફેન્સ સિસ્ટમને પણ નજીકથી પારખવા માગે છે અને ભારતીય સીમા પર તેના તક મળી શકે છે. હાલમાં 3 B-2 બોમ્બર સ્ટીલ્થ અમેરિકન નેવલ બેઝ ડિયાગો ગાર્સિયોમાં તૈનાત છે, જે ભારતથી માત્ર 1000 મીલના અંતરે તૈનાત છે. અમેરિકા અહીંથી જ આ વિમાનોને અફઘાનિસ્તાન અને ઈરાકમાં હુમલો કરવા માટે મોકલે છે. અમેરિકન વાયુ સેનાના કમાન્ડર કર્નલ ક્રિસ્ટોફર કોનંત અનુસાર આ વિમાનોને લગભગ 29 કલાકની મુસાફરી કરીને ડિયાગો ગાર્સિયો લાવવામાં આવ્યા છે.

(6:20 pm IST)