Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

આ રીતે કરવામાં આવે છે લોન વુલ્ફ અટેક

નવી દિલ્હી: રશિયાની પર્મ યુનિવર્સિટીમાં એક સનકીએ કરેલા હુમલામાં 8 લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે 14 લોકો ઘાયલ થયા. જોકે, બાદમાં હુમલો કરનાર શખ્સને થોડાં સમય બાદ ઠાર મરાયો હતો. ત્યારે, સવાલ થાય છે કે લોન વુલ્ફ અટેક હોય શું છે? વરુની જેમ એક જણ હુમલો કરે તેને લોન વુલ્ફ અટેક કહેવામાં આવે છે. લોન વુલ્ફ અટેકમાં હુમલાના પ્લાનિંગથી લઈને તે હુમલાને અંજામ આપવા સુધી સંપૂર્ણ પ્લાનિંગ અને પ્લોટિંગ એક શખ્સ દ્વારા કરાય છે. લોન વુલ્ફનો મકસદ માત્રને માત્ર વધુ વધુમાં નુકસાનનું હોય છે. પ્રકારના હુમલામાં નાના-નાના હથિયારોનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી વધુમાં વધુ લોકોને નુકસાન પહોંચાડી શકાય. આતંકી અથવા કોઈપણ શખ્સ આવા હુમલા એટલા માટે પ્લાન કરે છે કેમ કે કોઈ પણ સિક્રેટ એજન્સી માટે પ્રકારના હુમલા રોકવું ખુબ મુશ્કેલ હોય છે. પ્રકારનો હુમલો હવે દહેશતગર્દો વધુમાં વધુ અપનાવી રહ્યા છે. પ્રકારના હુમલા માટે ઓછા લોકો અને ઓછા સાધનોની જરૂર પડે છે. જેથી દહેશત ફેલાવનાર આનો વધારે ઉપયોગ કરે છે. પાછલા કેટલા સમયથી લોન વુલ્ફ અટેકમાં સેંક્ડો લોકો માર્યા ગયા છે. જ્યારે, પ્રકારના અટેકમાં હુમલો કરનાર શખ્સ ખુદ ખત્મ થઈ જાય છે. અથવા તો પોલીસ તેને ઠાર મારે છે.

(5:48 pm IST)