Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ઓએમજી.... ચીનમાં એક મહિલાએ જોડિયા બાળકને જન્મ તો આપ્યો પણ બંનેના પિતા અલગ અલગ નીકળ્યા

નવી દિલ્હી: ચીનમાં એક મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. હવે તમે કહેશો કે તેમાં શું નવાઈની વાત છે તો સામાન્ય છે. એવું તો દરેક દેશમાં થાય છે પરંતુ અહીં જોડિયા બાળકોના પિતા અલગ અલગ છે.

ચીનમાં એક મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો. બાળકોના જન્મ બાદ પરિવારમાં ખુશીનો માહોલ હતો પરંતુ મહિલાના પતિએ બાળકોનું DNA ટેસ્ટ કરાવવાનું મન બનાવ્યું. આ DNA ટેસ્ટ રિપોર્ટે માત્ર પરિવારની ખુશીઓમાં બાધા નાખી પરંતુ ડૉક્ટર પણ રિપોર્ટ જોઈને હેરાન રહી ગયા. જોડિયા બાળકોની ડિલિવરી બાદ ડૉક્ટર સમયે હેરાન રહી ગયા જ્યારે તેમણે DNA ટેસ્ટ રિપોર્ટ જોયો. DNA ટેસ્ટ રિપોર્ટથી જાણવા મળ્યું કે બાળકોના પિતા એક નહીં પરંતુ બે-બે પિતા છે.

એટલે કે એક સાથે જન્મ લેનારા બાળકોના પિતા અલગ અલગ નીકળ્યા. DNAથી છેતરપિંડી કરનારી પત્નીની પોલ ખૂલી ગઈ. મહિલાનો પતિ પત્નીની બેવફાઇ બાબતે જાણીને હેરાન રહી ગયો. ઘટના થોડા મહિના જૂની છે પરંતુ ચીન પોપ્યુલેશન કંટ્રોલ પોલિસી પર બહેસ વચ્ચે ફરી એક વખતે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. ઘટનામાં નવજાત બાળકોની બર્થ સર્ટિફિકેટ માટે DNA ટેસ્ટ કરાવવામાં આવ્યું હતું. દરમિયાન જાણવા મળ્યું કે બંને બાળકોનો DNA અલગ અલગ છે.

(5:50 pm IST)