Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

વિશ્વના વિડીયો ગેમ બજારમાં ચીનના પગરણઃ કંપની અને ખેલાડીઓએ સાવચેત રહેવાની જરૂર

વોશીંગ્‍ટનઃ વીડીયો ગેમ્‍સના શોખીનો માટે મોટા હોલીવુડના સ્‍ટુડીયોના ભાવિબાબતે  સાવધ થવાનો સમય આવી ગયો છે. પહેલા આ સ્‍ટુડીયોએ ચીની સેન્‍સરોના હાથમાં રચનાત્‍મક નિયંત્રણો સોંપી દીધા હતા પણ જયારે ચીને હોલીવુડ માટે પોતાના દરવાજા બંધ કર્યા ત્‍યારે તે લડખડાવા લાગ્‍યા કેમકે ચીન સરકાર દ્વારા સમર્થિત આ ધંધાનો વૈશ્વિક ગેમીંગ ઉદ્યોગમાં મોટો હિસ્‍સો છે.

વિશ્વની સૌથી મોટી ગેમીંગ કંપની હૈ-ટેન્‍સેંટ છે. એક રિપોર્ટ અનુસાર આ કંપનીએ ૨૦૧૯માં ૧૦, ૨૦૨૦મા ૩૨ અને ૨૦૨૧માં ૧૦૧ ગેમીંગ કંપનીઓમાં રોકાણ કર્યુ હતું. કંપનીની આવકનો એક ચતુર્થાંશથી વધારે હિસ્‍સો વિદેશથી આવે છે.

ચીન ઇચ્‍છે છે કે ગેમ્‍સને કળાના રૂપમાં નહી જોતા એક ઉત્‍પાદન તરીકે માનવામાં આવે, એટલા માટે તે વીડીયો ગેમ્‍સને આંતરરાષ્‍ટ્રીય માનક સંગઠન હેઠળ લાવવાના પ્રયાસો કરી રહ્યુ છે. ગેમીંગને એક ટેકનીકલ એપ્‍લીકેશન માનવામા આવે છે. જયારે ચીને બતાવી દીધુ છે કે તે સમગ્રપણે ગેમીંગને કેવી રીતે જોવે છે. ગેમીંગ બજારના અન્‍ય ભાગીદારો આ બજારમાં ચીનની આહરનુ જોખમ સમજી ચુકયા છે.

આનો વિરોધ કરતા એક સ્‍વીડીશ કંપનીએ કહ્યુ ‘‘વીડીયો ગેમ કલા છે અને તેને લાઇટના બલ્‍બની જેમ નિયંત્રીત કરવીએ તેના બનાવનારની સ્‍વતંત્રતા ઓછી કરવા જેવુ છે. ''

આ ઉપરાંત ચીન પヘમી દેશોના યુવાઓમાં એવો દુષ્‍પ્રચાર કરી રહ્યુ છે કે રોયટ ગેમ્‍સ દ્વારા ઉપયોગમાં લેવાતા એન્‍ટી ચીટ સોફટવેર થી ચીનને દુનિયાભરના કોમ્‍પ્‍યુટરોના ડેટા મેળવવાની તક મળશે.

(5:17 pm IST)