Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ઓસ્ટ્રેલિયાના તાસ્માનિયાના દરિયાકાંઠે અંદાજે 230 પાયલોટ વ્હેલ ફસાયેલ મળી આવતા અરેરાટી મચી જવા પામી

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના તાસ્માનિયાના દરિયાકાંઠે લગભગ 230 પાયલોટ વ્હેલ બુધવારે ફસાયેલી મળી આવી હતી. દુખદ વાત એ છે કે, ઓસ્ટ્રેલિયન અધિકારીઓના જણાવયા પ્રમાણે આ વ્હેલમાંથી માત્ર અડધી વ્હેલ જ જીવિત હોવાની શક્યતા છે. ઓસ્ટ્રેલિયાના જૈવિક સંસાધન અને પર્યાવરણ વિભાગના જણાવ્યા પ્રમાણે, "લગભગ 230 વ્હેલનું એક જૂથ મેક્યૂરી હાર્બર પર (Macquarie Harbour) ફસાઈ ગયું છે. એવું લાગે છે કે, આમાંથી માત્ર અડધા જીવો જ જીવિત છે." એરિયલ ફોટોગ્રાફ્સમાં ડઝનબંધ વ્હેલ સમુદ્ર કિનારે પડેલી જોવા મળી. જેના વીડિયો પણ દુખદ છે. લગભગ બે વર્ષ પહેલા આ વિસ્તારમાં બીચ પર લગભગ 470 પાયલોટ વ્હેલ સામૂહિક રીતે ફસાઈ હતી. જેમાંથી માત્ર 100ને જ બચાવી શકાઇ. જે ઘટનાને અત્યાર સુધીની સૌથી મોટી ઘટના માનવામાં આવે છે. એક વીક સુધી ચાલેલા બચાવ કાર્ય બાદ 111 વ્હેલ્સને બચાવી લેવાઇ હતી અને 350 વ્હેલની મોત થઇ હતી.  વિજ્ઞાનીઓનું અનુમાન છે કે, આવી ઘટના રસ્તો ભટકાઈને અને કિનારે ખૂબ નજીક આવવાને કારણે બની હોઈ શકે છે. પાયલોટ વ્હેલ ખૂબ જ સામાજિક છે અને તે જોખમી જૂથના સાથીઓને અનુસરવાનું વલણ ધરાવે છે. 

(5:14 pm IST)