Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ન્યુયોર્કમાં થઇ ભારે બરફ વર્ષા:ઘરોની ઉપર બરફની ચાદર પથરાઈ:2લોકોના મૃત્યુ

નવી દિલ્હી: અમેરિકાના ન્યૂયોર્ક સહિત અનેક રાજ્યોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. તેની સૌથી વધુ અસર વેસ્ટર્ન ન્યૂયોર્કમાં જોવા મળી રહી છે. અહીં 2 લોકોના મોત થયા છે કેટલીક જગ્યાએ 6 ફૂટથી વધુ બરફ જામી ગયો છે. માનવામાં આવે છે કે આગામી 24 કલાકમાં ન્યૂયોર્કમાં અત્યાર સુધીની સૌથી વધુ હિમવર્ષા થઈ શકે છે. હવામાન વિભાગે ભારે હિમવર્ષાને લઈને એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. અમેરિકામાં ઘણા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ડ્રાઇવિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. પશ્ચિમ ન્યૂયોર્કના ઘણા વિસ્તારોમાં બચાવ ટીમો દિવસ-રાત કામ કરી રહી છે. અત્યાર સુધીમાં અહીં 280 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે લગભગ 1,600 લોકો વીજળી વગર જીવી રહ્યા છે. હિમવર્ષાવાળા વિસ્તારોમાં રસ્તાઓ અને મહત્વના સ્થળો પરથી બરફ સાફ કરવાનું કામ સરકારી કર્મચારીઓ કરી રહ્યા છે.

(6:18 pm IST)