Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

ઇરાકના પાટનગર બગદાદમાં બે આત્મઘાતી હુમલામાં 28 લોકોના મૃત્યુથી અરેરાટી:73 લોકો ગંભીર ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: ઈરાકના પાટનગર બગદાદમાં બે આત્મઘાતી હુમલા થયા હતા. આ હુમલામાં ૨૮ લોકોનાં મોત થયા હતા અને ૭૩ લોકો ઘાયલ થયા હતા. ઈરાકી અધિકારીઓના કહેવા પ્રમાણે ઘાયલ થયેલા લોકોમાંથી ઘણાની સ્થિતિ ખૂબ જ નાજૂક છે એટલે મૃત્યુ આંક હજુ પણ વધે તેવી ભીતિ છે.

ઈરાકના પાટનગર બગદાદના સૌથી વ્યસ્ત માર્કેટમાં બે આત્મઘાતી હુમલા થયા હતા. આ આતંકવાદી હુમલામાં અસંખ્ય લોકોનાં મોત થયા હતા અને સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા. ઈરાકી સૈન્યના કહેવા પ્રમાણે ઘાયલ થયેલા લોકોની સ્થિતિ ખૂબ જ નાજૂક હોવાથી મૃત્યુ આંક હજુ પણ વધારે હોય એવી શક્યતા છે. આ આત્મઘાતી હુમલાની આતંકવાદી સંગઠનોએ જવાબદારી લીધી નથી, પરંતુ આ હુમલો આઈએસના આતંકવાદીઓએ જ કર્યો હોવાની શક્યતા છે. અગાઉ ૨૦૧૮માં આ જ માર્કેટમાં આઈએસના આતંકવાદીઓ હુમલો કરી ચૂક્યા છે. ઈરાકની સરકારના કહેવા પ્રમાણે સેન્ટ્રલ બગદાદના તયારન વિસ્તારમાં આવેલી બાબ અલ-શર્કી કમર્શિયલમાં ઉપરા ઉપરી બે આત્મઘાતી હુમલા થયા હતા.

(6:17 pm IST)