Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

કોરોનાના ખતરનાક વેરિએંટ ઓમીક્રોનથી નવો વેરિએંટ ઉત્પ્ન્ન થયો હોવાનો બ્રિટનની સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીનો દાવો

 

 

નવી દિલ્હી: બ્રિટનની સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીએ શુક્રવારે માહિતી આપતા જણાવ્યું કે કોરોનાના ખતરનાક વેરિયન્ટ ઓમિક્રોનથી એક નવો વેરિયન્ટ ઉત્પન્ન થયો છે. તેને તપાસ અંતર્ગત એક પ્રકારના વેરિયન્ટ તરીકે આઈડેન્ટીફાઈ કરવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર હાલ તેની ઓળખ અને ખતરાના સ્તરને જાળવા માટે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સીના(UKHSA) ડાયરેક્ટર ડો. મીરા ચંદે કહ્યું કે ઓમિક્રોન સતત મ્યુટન્ટ થતો વેરિયન્ટ છે. તેમણે વધુમાં કહ્યું કે અમે તેના જીનોમ સિક્વેન્સિંગ પર સતત નજર રાખી રહ્યાં છે. તેના ખતરાના સ્તરને ઓળખવાની કોશિશ કરવામં આવી રહી છે. બ્રિટિશ ન્યુઝ પેપર ડેલી મેલના જણાવ્યા અનુસાર, યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી(UKHSA) બ્રિટનમાં ઓમિક્રોનના 53 સીક્વેન્સિંગની ઓળખ કરી છે. બીજી તરફ UKHSAના જણાવ્યા મુજબ, બ્રિટનમાં ઓમિક્રોનના BA.2 સ્ટ્રેનના 53 કેસ નોંધાયા છે. જોકે ઘણી સ્વાસ્થ્ય એજન્સીએ તેને ઓછો ખતરનાક ગણયો છે. સ્ટેટન્સ સીરમ ઈન્સ્ટીટ્યૂટના રીસર્ચર એન્ડર્સ ફોમ્સગાર્ડે કહ્યું કે અંગે ઝડપથી માહિતી મેળવવા માટે હાલ પર્યાપ્ત સ્ત્રોત નથી. તેમણે કહ્યું કે નવા સ્ટ્રેનને જોઈને આપણે બધા હેરાન હતા પરંતુ ચિંતિત નહોતા.

(5:27 pm IST)