Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

ઓસ્ટ્રેલિયામાં કોરોના રસીકરણને ફરજીયાત કરવા કડક કાર્યવાહી કરવાની ફરજ પડી શકવાની માહિતી

 

નવી દિલ્હી: ઓસ્ટ્રિયા (austria) રસીકરણને ફરજિયાત બનાવવા જઈ રહ્યું છે. ત્યાંના નીચલા ગૃહમાં માટે એક બિલ પણ પસાર કરવામાં આવ્યું છે. જો ઉપલા ગૃહમાં પણ બિલ પાસ થઈ જશે તો કાયદો 1 ફેબ્રુઆરીથી અમલમાં આવી જશે. જો બિલ લાગુ થશે તો ઓસ્ટ્રિયા યુરોપનો પહેલો દેશ બની જશે, જ્યાં રસીકરણને લઈને આવા કડક નિયમો લાગુ થશે. કોરોના સંક્રમણમાં સતત વધારાનો સામનો કરી રહેલા ઓસ્ટ્રિયામાં નવેમ્બરથી બિલ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. તે સમયે તે 14 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને લાગુ કરવા માટે સંમત થયા હતા, પરંતુ બાદમાં તે વધારીને 18 વર્ષ કરવામાં આવ્યું હતું. જોકે, ઉપલા ગૃહમાંથી બિલ પાસ થયા બાદ પણ રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર વાન બિલ ડેરની સહી જરૂરી રહેશે. ઑસ્ટ્રિયાની લગભગ 72% વસ્તીએ રસીના બંને ડોઝ પહેલેથી મેળવી લીધા છે. યુરોપિયન દેશોના આંકડા અનુસાર, તે સૌથી ઓછું છે. ગયા મહિને અહીં ચોથું લોકડાઉન સમાપ્ત થયું હતું. કોરોનાનું નવું ઓમિક્રોન વેરિઅન્ટ સામે આવ્યા બાદ અહીં કેસ ઝડપથી વધ્યા છે. તેથી, સરકાર આગામી લોકડાઉન લાદવાનું ટાળવા માટે રસીકરણ ફરજિયાત બનાવવા માંગે છે.

 

(5:30 pm IST)