Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

આ યોગાસન લાવશે શારિરીક અને માનસિક સંતુલન

યોગની સૌથી સારી બાબત એ છે કેે કાઇ પણ કરી શકે છે અને તેને તમારા શરીર, મન તથા આત્માની રચના અનુસાર ગોઠવી શકાય છે. જો તમે કોઇ સ્નેહીજન સાથે યોગ કરતા હો તો તમે તમારા મન અને શરીરને શાંત અને સંતુલિત રાખી શકો છો. યોગના ઘણાં એવા આસન છે જે દંપતિ સાથે મળીને કરે તો શ્રેષ્ઠ પરિણામો મેળવી શકાય છે. યોગશિક્ષિકા એવા   યોગાસનો અંગે જણાવે કે જે દંપતિ સાથે મળીને કરી શકે છે.

પદ્માસન :

આ આસનથી એકાગ્રતામાં વધારો થાય છે અને તે કોઇપણ વ્યકિત કરી શકે છે. આ એક અઘરૃં આસન ગણાય છે. પણ તમે તેને સામાન્ય સુખાસનમાં પણ કરી શકો છો વો તમે બે જણ સાથે આ આસન કરો તો તમારે એકબીજાની પીઠ અડે તે રીતે બેસવાનું હોય છે. કમરથી માંડીને ખભા સુધી એકબીજાની પીઠ સ્પર્શે તે રીતે બેસવું.

પહેલુ આસન કર્યા પછી તેમાં તમારે વળીને પોતાના સાથીદારના ઘુટણ પકડવાના છે. તેના માટે પમારે થોડું નમવું પડશે. તેનાથી તમારી પીઠને યોગ્ય આકાર મળશેે.

નૌકાસન :

 આ એક રોચક આસન છે જેને નૌકાસન અથવા અથવા નવાસન પણ કહી શકો છો તેનાથી શરીરને લચક અને સંતુલન મળે છે. અન્ય કોઇ વ્યકિતની સાથે કરવાથી વધારે સ્થિરતા મળી શકે છે. આપ તેને હાથ અને પગના તળીયાને સ્પર્શીને શરૂ કરી શકો છો ત્યાર પછી તમે પગને સીધા કરીને નૌકાનો આકાર આપી શકો છો. આ આસનથી તમારૂ શરીર અને મન સંતુલિત થઇ જાય છે અને સાથે મળીને કરવાથી તમારી હોમિસ્ટ્રીંગ સશકત બને છે.

વૃક્ષાસન

આ શરીર તથા મનને સંતુલિત રાખવા માટેનું સર્વશ્રેષ્ઠ આસન છે. તેનાથી તમે સશકત, સ્થિર બનો છો અને સાથે મળીને કરવાથી બન્નેને સંતુલન મળે છે. એક બીજાની પાસે ઉભા રહીને એક પગ પર ઉભા રહીને બીજા પગને જાંઘના અંદરના ભાગ પર રાખો એક હાથથી બીજાને કમરથી પકડો, બીજો હાથ મીલાવીને નમસ્તેની મુદ્રા કરો. આ આસનમાં તમે ખુરશીની  જેમ બેસો છો આ પડકાર રૂપ મુદ્રા છે તેમા સંતુલન મેળવવું જરૂરી છે નહીંતર તમે સાથીદારને અસંતુલિત કરી શકો છો આમાં એક બીજાની પીઠને સ્પર્શને ઉભા રહો અને એક પણ આગળ લંબાવીને પલાઠી વારીને બેસવાનો પ્રયાસ કરો. જેટલા નીચા નમી શકો એટલા નમો પણ ધ્યાન રાખવાનું કે બન્નેની પીઠ સ્પર્શતી રહે. તેનાથી તમારી જાંઘ અને કમરને શકિત મળે છે.

(11:34 am IST)