Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

ચીનમાં કોરોનાની બીજી લહેરના સામે આવ્યા લક્ષણ

નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર સામે દુનિયાના બીજા દેશો સાથે ભારત પણ ઝઝૂમી રહ્યુ છે.તબીબી સુવિધાઓ ઓછી પડી રહી છે અને સરકારો લાચાર બની રહી છે ત્યારે દુનિયાભરમાં કોરોના વાયરસને ફેલાવનારા ચીનમાં સ્થિતિ સામાન્ય છે.ચીનની ઈકોનોમી પણ પાટે ચઢી ગઈ છે અને અહીંયા સાવ ઓછા કોરોના કેસ સામે આવી રહ્યા છે.ઘણા લોકોને તેના કારણે આશ્ચર્ય પણ થઈ રહ્યુ છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ ગયા વર્ષે એપ્રિલ મહિનામાં મેળવેલા કાબૂ બાદ અલગ અલગ સ્તરે કોરોનાને નિયંત્રણમાં રાખવામાં કોઈ કસર રાખી નથી.ચીનમાં કોલ્ડ ચેન સપ્લાય, દુકાનો, તબીબી સેવાઓ જેવા વિવિધ વ્યવસાયોમાં કાર્યરત લોકોનુ નિયમિત રીતે ટેસ્ટિંગ કરવામાં આવે છે.માસ્ક પહેરવો ફરજિયાત છે અને જાહેર સ્થળોએ પણ નજર રાખવામાં આવે છે.બહારથી આવતા લોકો માટે ક્વોરેન્ટાઈનના આકરા નિયમો લાગુ કરાયા છે. કારણ બેચીનમાં જ્યાં પણ કોરોનાના કેસ દેખાય કે તરત જ તેટલા વિસ્તારમાં જ કેસ સિમિત રહે તે માટે તમામ પ્રયત્ન કરવામાં આવે છે.ચીનમાં વુહાનમાથી લોકડાઉન હટાવાયુ તે પછી જ્યાં જ્યાં કોરોનાના કેસ દેખાયા ત્યાં ચીને લોકોને ક્વોરેન્ટાઈન કરીને, સિમિત લોકડાઉ લગાવીને અને તેટલા વિસ્તારમાં મોટા પાયે કોરોના ટેસ્ટ કરીને કોરોનાના સંક્રમણ પર કાબૂ મેળવી લીધો હતો.જેથી કોરોનાનો વ્યાપ વધી શક્યો નથી.

(6:40 pm IST)