Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

વિશ્વ આરોગ્ય સંસ્થાએ મેડિકલ માસ્ક સહીત ફેબ્રિક માસ્કના ઉપયોગને લઈને જરૂરી માર્ગદર્શિકા બહાર પાડી

નવી દિલ્હી: વિશ્વ આરોગ્ય સંસ્થા WHO એ મેડિકલ માસ્ક અને ફેબ્રિક માસ્ક ના ઉપયોગને લઈને કેટલીક જરૂરી માર્ગદર્શિકા પણ બહાર પાડી છે. અને જણાવ્યુ છે કે ક્યા સમયે કેવા પ્રકારનું માસ્ક પહેરવું જોઈએ તો કોરોના વાયરસથી ખૂબજ સારી સુરક્ષા મેળવી શકો. ટ્વિટર પર એક વીડિયો શેર કરતાં WHO એ સલાહ આપીછે કે મેડિકલ અર્થાત સર્જીકલ માસ્ક એવા લોકોએ પહેરવું જોઈએ જે હેલ્થ વર્કર છે. એવા લોકો જેમાં કોવિડના લક્ષણો જોવા મળતા હોય. જે લોકો કોવિડ સંક્રમિત દર્દીઓની સારવાર કરી રહ્યા હોય. આ ઉપરાંત જે વિસ્તારમાં વાયરસ વધારે ફેલાયેલો હોય અને જ્યાં 1 મીટરનું સોશ્યલ ડિસ્ટેન્સિંગનું પાલન ના થઈ રહ્યું હોય. ત્યાં પર 60થી વધુ ઉંમરના બુઝુર્ગ અને એવા લોકો જેમને પહેલા કોઈ બીમારી છે તેમણે મેડિકલ અથવા સર્જીકલ માસ્ક પહેરવું જોઈએ.

WHO એ સલાહ આપી છે કે જે લોકોને કોવિડ 19 નહી અથવા જેમાં ઇન્ફેક્શનના કોઈ લક્ષણો નથી તેઓ ફેબ્રિક માસ્કનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરનારા લોકો, ઓફિસમાં કામ કરનારા લોકો, રાશનની દુકાનમાં કામ કરનારા લોકો અર્થાત રાશન ખરીદવા જ્યાં દુકાનોમાં ભીડભાડ થતી હોય ત્યાં તમે ફેબ્રિક માસ્કનો ઉપયોગ કરી શકો છો.

(6:40 pm IST)