Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

અમેરિકાએ દરિયામાં કર્યો 18 હજાર કિલોનો વજન ધરાવતા બોમ્બનું પરીક્ષણ કર્યું

નવી દિલ્હી: એક તરફ અમેરિકાના રશિયા સાથેના સબંધો હાલમાં એટલા સારા નથી અને બીજી તરફ સાઉથ ચાઈના સીમાં ચીનની વધતી તાકાતને પણ કાબૂમાં રાખવા માટે અમેરિકા પ્રયાસ કરી રહ્યુ છે.

આ બંને દેશો સાથે તનાવની વચ્ચે અમેરિકા નવા હથિયારો પર કામ કરી રહ્યુ છે અને તેના ભાગરુપે અમેરિકાની નેવીએ દુનિયાના સૌથી શક્તિશાળી પરંપરાગત બોમ્બનુ પરિક્ષણ કર્યુ છે. આ બોમ્બનુ વજન 18,000 કિલોગ્રામ હતુ અને તેને દરિયામાં અમેરિકાના વિમાન વાહક જહાજ જીરાલ્ડ ફોર્ડ પાસે નાંખવામાં આવ્યો હતો. નેવીએ તેનો વિડિયો રિલિઝ કર્યો છે અને તેમાં જોઈ શકાય છે કે, પાણીમાં જોરદાર ધડાકા બાદ ભૂકંપ આવ્યો હોય તેમ આસપાસનુ વાતાવરણ કાંપી રહ્યુ છે. નૌસેનાએ તેને ફુલ શિપ શોક ટેસ્ટ ગણાવ્યો છે. આ વિસ્ફોટથી દરમિયાની નીચે 3.9 રિકટર સ્કેલનો આંચકો અનુભવાયો હતો. નૌસેનાએ અમેરિકાના ફ્લોરિડા દરિયા કાંઠાથી 100 માઈલ દુર દરિયામાં આ પરીક્ષણ કર્યુ હતુ. નિષ્ણાતોનુ કહેવુ છે કે, બોમ્બનો પાણીની અંદર વિસ્ફોટ થયો હતો અને તે વખતે વિમાન વાહક જહાજ સપાટી પર હંકારી રહ્યુ હતુ. ટેસ્ટ એટલે કરવામાં આવ્યો હતો કે, બોમ્બના હુમલાને વિમાન વાહક જહાજ કેટલી હદે સહન કરી શકે છે તે જાણી શકાય.

(6:07 pm IST)