Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

પબ્લિક હેલ્થ ઈન્ગલેન્ડ દ્વારા કોવિડ-19 સંક્રમણ અંગે તૈયાર કરેલ ડેટા મુજબ એક વાર કોરોના થયા પછી બીજી વાર નહીં થાય કોરોના

નવી દિલ્હી: કોરોના સંકટનો સામનો કરી રહેલા વિશ્વને બ્રિટને એક સારા સમાચાર આપ્યા છે. પબ્લિક હેલ્થ ઈન્ગલેન્ડ દ્વારા કોવિડ-19 સંક્રમણ અંગે એક ડેટા તૈયાર કરવામાં આવ્યો હતો જેને ગુરૂવારે પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ ડેટા પ્રમાણે કોરોનાથી એક વખત સંક્રમિત થયા બાદ બીજી વખત સંક્રમિત થવાનું જોખમ ઓછું છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડે આ સર્વે એટલા માટે પ્રકાશિત કર્યો છે જેથી કોરોના સંક્રમણના જોખમ પર નજર રાખી શકાય અને ફરી કોરોનાથી સંક્રમિત થઈ રહેલા લોકોની સ્થિતિ જાણી શકાય. વર્તમાન ડેટા પ્રમાણે SARS-CoV-2ના ફરી સંક્રમિત થવાનું જોખમ ઓછું છે.

30 મે 2021 સુધીમાં બ્રિટનમાં 15,893 લોકો ફરી કોરોના સંક્રમિત થયા હતા જ્યારે ઈંગ્લેન્ડમાં 40 લાખ કોરોના સંક્રમણના કેસ નોંધાયા હતા. જો આ આંકડાઓ પર ધ્યાન આપીએ તો ફક્ત 0.4 ટકા કેસમાં એક કોવિડ સંક્રમિત વ્યક્તિ ફરી કોરોના સંક્રમણનો શિકાર બની શકે છે.

(6:11 pm IST)