Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

યુએસના મિયામી ઇન્ટરનેશનલ પર 126 લોકોને જઈ રહેલ પ્લેનમાં આગ ભભૂકતા 3 લોકો ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: યુએસના મિયામી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 126 લોકોને લઈને જઈ રહેલા એક પ્લેનમાં આગ લાગી જ્યારે તેનું લેન્ડિંગ ગિયર રનવે પર તૂટી ગયું. માહિતી અનુસાર, ડોમિનિકન રિપબ્લિકના સેન્ટો ડોમિંગોથી રેડ એરની ફ્લાઈટમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. ફાયર ફાઈટરોએ આગને કાબુમાં લેવા માટે પ્લેન પર સફેદ કેમિકલનો ફોમનો ઉપયોગ કર્યો હતો. કેટલાક વીડિયોમાં ગભરાયેલા મુસાફરો આગથી ભાગતા જોવા મળે છે, જોકે ફાયર ફાઇટરોએ આગને કાબૂમાં લીધી હતી. પ્લેન સાન્ટો ડોમિંગોથી લગભગ સાંજે 5.30 વાગ્યે (સ્થાનિક સમય) આવી રહ્યું હતું. રનવે પરથી ટેકઓફ કર્યા બાદ પ્લેન ક્રેન ટાવર અને નાની ઇમારત સહિત અનેક વસ્તુઓ સાથે અથડાયું હતું. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) એ જણાવ્યું હતું કે, એરોપ્લેન મેકડોનેલ ડગલસ MD-82 હતું અને તે ઘટનાસ્થળે તપાસકર્તાઓની એક ટીમ મોકલશે. મિયામી-ડેડ ફાયર રેસ્ક્યુએ જણાવ્યું હતું કે "અગ્નિશામકોએ આગને કાબૂમાં લીધી છે અને ઇંધણના લીકને ઘટાડી રહ્યા છે." આ ઘટના બાદ કેટલીક ફ્લાઈટ્સ મોડી પડી હતી.

(6:58 pm IST)