Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

વિચિત્ર અકસ્માત:દુબઈના એરપોર્ટ પર બે વિમાન એક સાથે ટકરાયા હોવાની માહિતી

નવી દિલ્હી: દુનિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભાગ્યે જોવા મળે તેવો અકસ્માત સર્જાયો હતો. એરપોર્ટના ટેક્સી વે પર આજે સવારે ફ્લાય દુબઈ તેમજ બહેરીનની ગલ્ફ એર વિમાન એક બીજા સાથે ટકરાયા હતા.જોકે તેમાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. ફ્લાય દુબઈ દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે, કિર્ગિસ્તાન જઈ રહેલુ બોઈંગ વિમાન એક નાની દુર્ઘટનાનો શિકાર બન્યુ છે. તેના કારણે તેને પાછા ફરવુ પડ્યુ હતુ. પછી બીજી ફ્લાઈટમાં યાત્રીઓને મોકલવામાં આવ્યા હતા. જે અકસ્માતના કલાક બાદ રવાના થઈ હતી. એરલાઈને કહ્યુ હતુ કે, ફ્લાય દુબઈ અધિકારીઓ સાથે મળીને ઘટનાની તપાસ કરશે. ટક્કરના કારણે વિમાનની પાંખને નુકસાન થયુ છે. બીજી તરફ ગલ્ફ એરનુ કહેવુ છે કે, અમારા વિમાનના પાછળના હિસ્સાને નુકસાન થયુ છે.

(7:01 pm IST)