Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

હજયાત્રાને લઈને પ્રથમવાર મક્કામાં મહિલા સૈનિક તૈનાત કરવામાં આવશે

નવી દિલ્હી: સાઉદી અરેબિયામાં અવારનવાર જોવા મળે છે કે, અહીંયા સ્ત્રીઓને ઘણી ઓછી આઝાદી મળે છે. પરંતુ હવે સાઉદીએ મક્કા જેવા પવિત્ર સ્થળે હજ દરમિયાન મહિલા ગાર્ડને તૈનાત કરી દીધા છે. મહિલા સશક્તિકરણ તરફ પગલા લેતી વખતે સાઉદી અરેબિયાએ પહેલીવાર નિર્ણય લીધો છે. હકીકતમાં, પ્રથમ વખત, મક્કા અને મદીનાની હજ યાત્રા દરમિયાન ડઝનેક મહિલા સૈનિકોને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવી હતી. મહિલા સૈનિકોનું કામ પ્રવાસ દરમિયાન સુરક્ષાની દેખરેખ રાખવાનું છે. એક અહેવાલ મુજબ, સાઉદી મહિલા સૈનિકો મક્કાની ‘મસ્જિદ અલ હરમ’ અથવા ગ્રાન્ડ મસ્જિદની રક્ષા કરતા જોવા મળી હતી.

આપને જણાવી દઈએ કે હજ યાત્રા દરમિયાન મક્કામાં રક્ષક તરીકે પોસ્ટ કરનારી પ્રથમ મહિલા સુરક્ષા ગાર્ડનું નામ મોના છે. તેના પિતાની કારકિર્દીથી પ્રભાવિત, મોનાએ સૈન્યમાં જોડાવાનું નક્કી કર્યું અને પછી ઇસ્લામની પવિત્ર સ્થળ પર સ્થિત સાઉદી મહિલા સૈનિકો જૂથનો ભાગ બની છે.

(7:04 pm IST)