Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

ઓએમજી....યુએસએ બનાવ્યું અનોખું સ્પેસ બલૂન :1 લાખ ફૂટની ઊંચાઈ પર કરી શકાશે લગ્ન

નવી દિલ્હી: હાલમાં રીચર્ડ બ્રાન્સન અને જેફ બેજોસની સ્પેસ યાત્રાને કારણે સ્પેસ ટૂર ચર્ચામાં છે. હવે સ્પેસ વેડિંગનું સપનું પણ સાકાર કરી શકાશે. સ્પેસ બલૂનમાં બેસીને 1 લાખ ફૂટની ઉંચાઈ પર લગ્ન કરી શકાશે. ફ્લોરિડાની કંપની સ્પેસ પર્સપેક્ટિવે ખાસ પ્રકારના સ્પેસ બલૂન તૈયાર કર્યા છે. તેનો આકાર એક ફૂટબોલ સ્ટેડિયમ જેટલો છે. એકવાર સ્પેસ બલૂનમાં પ્રવાસ કરવા માટે તમારે 93 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. યાત્રા 2024થી કરી શકાશે.

કંપનીનો દાવો છે કે, ઘણા લોકોએ સ્પેસ બલૂનમાં પ્રવાસ કરવા માટે અત્યારથી બુકિંગ પણ કરાવી દીધુ છે. તે પૈકી કેટલાક લોકોએ પોતાના લગ્ન માટે સ્પેસ બલૂનની પસંદગી કરી છે. સ્પેસ બલૂન એકવારમાં 8 લોકોને અવકાશમાં લઈને જશે. પ્રવાસ 6 કલાકનો હશે. તેને માટે એડવાન્સ બુકિંગ જૂનના અંતિમ અઠવાડિયાથી શરૂ કરી દેવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, કોર્પોરેટ ઈવેન્ટ અને બર્થડે જેવા સેલિબ્રેશન માટે પણ તેને બુક કરી શકાય છે. કંપનીએ વર્ષે જૂન મહિનામાં બલૂનનું ટેસ્ટિંગ કર્યું હતું. તેને નાસાના કેનેડી સ્પેસ સેન્ટરની પાસે બનેલા સ્પેસ કોસ્ટ સ્પેસપોર્ટ પરથી છોડવામાં આવ્યું હતું. બલૂનનું નામ નેપ્ચ્યૂન વન રાખવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે, સ્પેસફ્લાઈટ માટે વર્ષ 2024 સુધીનું એડવાન્સ બુકિંગ પણ થઈ ગયું છે. હવે વર્ષ 2025 સુધીનું બુકિંગ કરવામાં આવી રહ્યું છે. સ્પેસ બલૂનમાં પ્રવાસ કરવા માટે તમે કંપનીની વેબસાઈટ પર જઈને ડાયરેક્ટ બુકિંગ પણ કરાવી શકો છો.

(7:07 pm IST)