Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

ચીન સમુદ્રમાં બનાવેલ ગુફામાં સબમરીન સંતાડતું હોવાનું સેટેલાઇટની તસ્વીરમાં સામે આવ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: ચીન ચારે તરફ પોતાની તાકાત વધારી રહ્યા છે. હાલમાં સામે આવેલી એક સેટેલાઇટ તસવીરમાં આ વાતનો ખુલાસો થયો છે. ચીને દક્ષિણ ચીની સમુદ્રમાં એક એવી ગુફા બનાવી છે, જેમાં તે સબમરીનને પણ સંતાડી શકે છે. આ ગુફા ચીનના હેનાન ટાપુ પર આવેલા યુલીન નૌસેના મથક પાસે આવેલી છે. એક ઉંચો પર્વત છે, જેની નીચે સમુદ્ર છે. આ જગ્યા પર ચીને ગુફા બનવી છે જેમાં તે સબમરીનો સંતાડે છે.

        અમેરિકી સેટેલાઇટ ઇમેજિંગ કંપની પ્લૈનેટ લેબ્સ દ્વારા જાહેર કરવાનમાં આવેલી તસવીરોમાં ચીનની આ હરકત સામે આવી છે. તસવીરોમાં સાફ દેખાય છે કે એક સબમરીન આ ગુફામાં જઇ રહી છે. તેની આસપાસ બે યુદ્ધજહાજ પણ નજર આવે છે. તસવીરમાં જે દેખાય છે તે સબમરીન 093 પ્રકારની છે. ચીન પાસે પરમાણુ હથિયાર, ટોરપીડો અને મિસાઇલ ધરાવતી વી અનેક સબમરીન છે.

(4:59 pm IST)