Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ટેટૂ ડરામણાં લાગતાં મકાનમાલિકે ભાડા પર રૂમ ન આપી

ટોરેન્ટો, તા.૨૨: કેનેડાના સસ્કેચવાન પ્રાંતની ૧૮ વર્ષની કેન્ડિસ બોલ ભણવા ઓન્ટારિયો સ્ટેટના લંડન શહેરમાં પહોંચી હતી. ભાડે રહેવા માટે રૂમ શોધતી હતી. એક જગ્યા માટે વાતચીત ચાલતી હતી ત્યારે મકાનમાલિકે યુવતીના હાથ પર ટેટૂ જોયાં. ટેટૂ મકાનમાલિકને ન ગમ્યાં એટલે તેમણે કેન્ડિસને રૂમ આપવાની ના પાડી દીધી. કેન્ડિસે ઓનલાઇન એડવર્ટાઇઝમેન્ટ વાંચ્યા-જોયા પછી ઓનલાઇન ૫૦ કેનેડિયન ડોલર (અંદાજે ૨૯૦૦ રૂપિયા) મકાનમાલિક એસ્થર લીને ચૂકવી દીધા હતા. લીઝ-કરાર પર સહી કરી લીધી હતી. એ ભાડાની લીઝની મુદત ૧ સપ્ટેમ્બરે શરૂ થાય એ પહેલાં તે ત્યાં પહોંચી ગઈ હતી, પરંતુ છેલ્લી ઘડીએ એસ્થરે તેને ના પાડી દીધી. ટેટૂમાં ફૂલની ફરતે સાપવાળાં જે ટેટૂ હતાં એ તેને ગમતાં નહોતાં એથી તેણે ભાડે જગ્યા આપવાની ના પાડી દીધી હતી. જોકે કેન્ડિસને ભાડા પર બીજી જગ્યા મળી ગઈ હતી.

(3:50 pm IST)