Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

જાપાનની ૧૦૭ વર્ષ અને ૩૨૦ દિવસની બે બહેનો, સૌથી વૃદ્ધ જુડવાનો રેકોર્ડ

સીતા અને ગીતા : આ ઉંમરે પણ સ્વસ્થ, ૫ નવેમ્બરે ૧૦૮ વર્ષ પૂર્ણ કરશે

 જાપાનની જોડિયા બહેનો વિશ્વના સૌથી વૃદ્ધ જીવંત જોડિયા તરીકે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં દાખલ થઈ છે. તેણી ૧૦૭ વર્ષ અને ૩૨૦ દિવસની છે. આ ઉંમરે પણ બંને સ્વસ્થ છે. પોતે જાતે જ પોતાના કામો કરે છે. તેમના રેકોર્ડની જાહેરાત સોમવારે જાપાનના વેટરન્સ ડે પર કરવામાં આવી હતી. વૃદ્ધોના સન્માનમાં જાપાન આ દિવસની ઉજવણી કરે છે. આ દિવસ રાષ્ટ્રીય રજા છે.

 ઉમેનો સુમિયામા અને કૌમે કોડામાનો જન્મ ૫ નવેમ્બર, ૧૯૧૩ ના રોજ પશ્ચિમ જાપાનના શોદોશિમા ટાપુ પર થયો હતો. તે ૧૧ ભાઈ-બહેનોમાં ત્રીજા-ચોથા હતા.

 જૂનો રેકોર્ડ જાપાનનો પણ છે

 બંને બહેનોએ જાપાનની કિન નારીતા અને જિન કાનીનો ૧૦૭ વર્ષ અને ૧૭૫ દિવસનો રેકોર્ડ તોડ્યો. જાપાનમાં વૃદ્ધોની મોટી વસ્તી છે. ત્યાંના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૧૨.૫ કરોડની વસ્તી ધરાવતા દેશમાં ૨૯ ટકા વસ્તી ૬૫ વર્ષ કે તેથી વધુની છે. લગભગ ૮૬,૫૧૯ લોકોની ઉંમર ૧૦૦ વર્ષથી વધુ છે. આમાંથી અડધા આ વર્ષે ૧૦૦ થયા. 

(3:50 pm IST)