Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

આ દેશે તેના લોકોને ચાઈનીઝ મોબાઈલ ફેંકવાનું કહ્યું

નવી દિલ્હી: લિથુનિયાના સંરક્ષણ મંત્રાલયે અપીલ કરી છે કે લિથુનીયાના નાગરિકો ચાઇનીઝ મોબાઇલ ફોન ખરીદવાથી દૂર રહે. મંત્રાલયે લોકોને તેમની પાસે રહેલા ચાઇનીઝ મોબાઇલ ફોન ફેંકી દેવાની સલાહ આપી હતી, કારણ કે સરકારી રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે આ ઉપકરણોમાં સેન્સરશિપ ક્ષમતા છે. ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા શાઓમી દ્વારા યુરોપમાં વેચાયેલા ફ્લેગશિપ ફોનમાં ‘ફ્રી તિબેટ’, ‘લોંગ લાઈવ તાઈવાન ઈન્ડિપેન્ડન્સ’ અને ‘ડેમોક્રેસી મુવમેન્ટ’ જેવા શબ્દો શોધી અને સેન્સર કરવાની ક્ષમતા છે. આ માહિતી લિથુનીયા સાયબર સિક્યુરિટી વિંગ દ્વારા આપવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલયના નેશનલ સાયબર સિક્યુરિટી સેન્ટરે રિપોર્ટમાં કહ્યું છે કે, Xiaomi ના Mi 10T 5G ફોન સોફ્ટવેરની ક્ષમતા ‘EU પ્રદેશ’ માટે બંધ કરવામાં આવી હતી, પરંતુ તેને ગમે ત્યારે ગમે ત્યાંથી ચાલુ કરી શકાય છે. મીડિયા સાથે વાત કરતા નાયબ સંરક્ષણ મંત્રી માર્ગિરિસ અબુકાવિસિયસે કહ્યું છે કે અમે લોકોને વિનંતી કરીએ છીએ કે તેઓ નવા ચીની ફોન ન ખરીદે અને વહેલામાં વહેલી તકે ખરીદેલા ફોનથી છુટકારો મેળવો.અત્યાર સુધી શાઓમીએ આ સમગ્ર મામલે કોઈ જવાબ આપ્યો નથી.

(6:11 pm IST)