Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

કલાકના ૫૩૭ કિલોમીટરની ઝડપે દોડતી ૨૪ કરોડની કાર બનાવશે અમેરિકા

અમેરિકાની હેનસી વેનમ એફ-૪ રોડસ્‍ટર કાર વિશ્વની સૌથી ઝડપી દોડનારી કાર બનશે. ૩ મિલ્‍યન ડૉલર (૨૪ કરોડ રૂપિયા)ની આ કાર હાલ મૅક્‍સિમમ ૫૩૭ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. કાર ઉત્‍પાદક કંપની ગિનેસ વર્લ્‍ડ રેકૉર્ડ્‍સના નિયમ મુજબ ટેસ્‍ટ કરાવવાની તૈયારી કરી રહી છે. ૨૦૧૭માં કોહનેગઝેગ અગેરાએ ૪૪૭ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડીને નવો વર્લ્‍ડ રેકૉર્ડ બનાવ્‍યો હતો. ધ એસએસસી તુઆતારાનો રેકૉર્ડ નોંધવામાં આવ્‍યો નથી, કારણ કે આ કારને રોડ પર ચલાવવાનું લાઇસન્‍સ મળ્‍યું નથી. વેનમ કાર વી-૮ એન્‍જિનને કારણે ૧૮૧૭ હૉર્સપાવર પ્રોડ્‍યુસ કરે છે. વેનમે આવી ૨૯ કાર બનાવી છે એ તમામ વેચાઈ ગઈ છે. તાજેતરમાં જય લેનોઝ ગૅરેજ નામની એક સીરિઝના એપિસોડમાં લેટ નાઇટ હોસ્‍ટ અને સંગીતકાર મૅલોન સાથે વેનમ એફ-૫માં બેઠા હતા. ટ્રૅક પર જતાં પહેલાં તેઓ ઉત્‍સાહિત અને થોડા ભયભીત પણ હતા. જય લેનોએ મૅલોનને આ કારમાં બ્રેક કઈ રીતે લગાવવી અને વળાંકમાં કઈ રીતે ચલાવવી એની સલાહ પણ આપી હતી.

 

(3:42 pm IST)