Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

બ્રિટનમાં ચાર દિવસના અઠવાડિયાનો પ્રયોગ થયો સફળ થયો હોવાની માહિતી

નવી દિલ્હી: વીકમાં ચાર દિવસ કામ અને ત્રણ દિવસ રજાનો કોન્સેપ્ટ બ્રિટનમાં ઘણો બહેતર સાબીત થઈ રહ્યો છે. બ્રિટનની 70 કંપનીઓએ તેની ટ્રાયલ કરી હતી, જેના પરિણામ શાનદાર રહ્યા હતા. એક ન્યુઝ એજન્સી અનુસાર આ બારામાં થયેલા સર્વેમાં 78 ટકાથી વધુ કંપની પ્રમુખોએ જણાવ્યું હતું કે સપ્તાહમાં ચાર દિવસ કામને લાગુ કરવું સરળ રહ્યું.આ કોઈપણ જાતના વિધ્ન વિના રહ્યું. માત્ર બે જ કંપની માલિકોએ કામના આ શેડયુલને પડકારજનક માન્યું હતું. સર્વેમાં સામેલ 88 ટકા કંપનીઓએ કહ્યું હતું કે આ કોન્સેપ્ટ સારું કામ કરી રહ્યો છે. શું છે નવો કોન્સેપ્ટ?: ઓફિસ, ફેકટરી કે કંપનીમાં માત્ર 4 દિવસ કામ અને 3 દિવસ રજાનો આ કોન્સેપ્ટ છે પરંતુ ચાર દિવસમાં 32 કલાક એટલે કે રોજ 8 કલાક કામ કરવું પડે. આ કોન્સેપ્ટથી સેલેરીમાં કોઈ ઘટાડો નથી થતો. કયાં થઈ રહી છે ટ્રાયલ?: હાલ 6 દેશો- બ્રિટન, અમેરિકા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ અને કેનેડામાં 180 કંપનીઓ વચ્ચે 'ફોર વર્કીંગ ડેઝ'નો પાયલોટ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. '4 ડે વીક ગ્લોબલ' નામનું સંગઠન આ ટ્રાયલ ચલાવી રહ્યું છે.

(6:09 pm IST)