Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

હ્નદયરોગની દવા દારૂના નશાને છોડવામાં મદદરૂપ થતી હોવાનો એક સંશોધનમાં થયો ખુલાસો

નવી દિલ્હી: દુનિયાભરમાં દારૂના સેવનથી લાખો લોકોના મોત નિપજે છે. દારૂનું વ્યસન છોડાવવા લોકો શું શું નથી કરતા? હાલમાં જ એક અભ્યાસમાં ખુલાસો થયો છે, જેમાં અમેરિકી સંશોધકોએ દાવો કર્યો છે કે હૃદયરોગ અને હાઈ બ્લડ પ્રેસરના ઈલાજમાં ઉપયોગ થનારી દવાઓનો ઉપયોગ દારૂની લત છોડાવવામાં પણ મદદરૂપ થઈ શકે છે. આ અભ્યાસ દરમિયાન સંશોધકોએ સ્પિરોનોલેકટોમ ડ્રગનો ઉપયોગ કર્યો હતો, સંશોધનમાં સામેલ જે ભાગ લેનારાઓને આ દવા આપવામાં આવી તેમનામાં દારૂનું વ્યસન ધીરે ધીરે ઘટવા લાગ્યું હતું. નિષ્કર્ષમાં જાણવા મળ્યું હતું કે આલ્કોહોલના વિકારોના ઉપચારમાં હૃદયરોગ અને હાઈ બ્લડ પ્રેસરની દવા દારૂના વ્યસનને ધીરે ધીરે ઘટાડવામાં કે છોડાવવામાં મદદરૂપ સાબીત થઈ હતી. સંશોધનના મુખ્ય લેખક પ્રો. લિએંડ્રો વેંડ્રસ્કોલોએ જણાવ્યું હતું કે,અભ્યાસમાં સામેલ 60 ટકા લોકો પર આ દવા અસરકારક રહી હતી. ઉલ્લેખનીય છે કે સ્પિરોનોલેકટોમનો ઉપયોગ હાઈ બ્લડ પ્રેસર અને હૃદય સંબંધી સમસ્યાના ઈલાજ માટે થાય છે.

(6:10 pm IST)