Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

દાઢીવાળી મહિલાની બોલ્ડ તસ્વીરોના પુરૂષો દિવાના

સોશિયલ મીડિયા પર છે લાખો ફોલોઅર્સ

ન્યુયોર્ક,તા.૨૨: મહિલાઓ શરીર પર રહેતા અનિચ્છનીય વાળ દૂર કરવા માટે વિવિધ પદ્ઘતિઓનો ઉપયોગ કરે છે. બજારમાં આ સમસ્યાનું નિદાન કરવાની ઘણી રીતો પણ છે. જોકે, એક એવી સ્ત્રી પણ છે જેને તેના ચહેરા પર અનિચ્છનીય વાળ છે કે નહીં તેની પરવા નથી. અમેરિકાની આ મહિલાના ચહેરા પર પુરુષો જેવી દાઢી છે, જે તે સોશિયલ મીડિયા પર ગર્વથી શેર કરે છે.

આ મહિલાનું નામ સોશિયલ મીડિયા  પર પીકાબૂપમ્પકીન રાખવામાં આવ્યું છે. તેણે તેની કુદરતી રીતે વધતી દાઢી સ્વીકારી અને ગર્વથી વિશ્વની સામે ફ્લોન્ટ કરવાનું શરૂ કર્યું. મહિલા લગભગ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાજર છે અને તેના સારા ફોલોઅર્સ છે. તમને જાણીને આશ્યર્ય થશે કે, બોલ્ડ ફોટોગ્રાફ્સ વેચતી એડલ્ટ સાઈટ OnlyFans પર પણ મહિલા છે અને પુરુષોને તેના ફોટોગ્રાફ્સમાં ખૂબ રસ છે.

એક ૩૬ વર્ષીય મહિલા તેના પ્રેરણાદાયી વીડિયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતી રહે છે. ટિકટોક પર તેના ૫૧,૦૦૦ ફોલોઅર્સ છે. તેના વીડિયોને ૪,૭૪,૦૦૦દ્મક વધુ લાઇકસ મળે છે. એડલ્ટ સાઇટ OnlyFans પર પણ તેના એકાઉન્ટનુ નામ “hairy bearded BBW” છે અને મહિલા તેની બોલ્ડ તસવીરો વેચીને સારી કમાણી કરે છે. તે કન્ટેન્ટ પહોંચાડવા માટે દર મહિને લગભગ ૯૦૦ રૂપિયા લે છે. એક વપરાશકર્તાએ તેને ડેટ માટે એકવાર પ્રપોઝ પણ કર્યું હતું. જો કે દાઢીવાળી મહિલા પહેલેથી જ પરણેલી છે.

મહિલાના વીડિયોમાં તેનો આત્મવિશ્વાસ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. સામાન્ય રીતે બ્યુટી બેરિયર ગણાતા ચહેરાના અનિચ્છનીય વાળ બતાવતા મહિલાનું કહેવું છે કે, ઘણી મહેનત બાદ હવે તે પોતાને આવી રીતે સ્વીકારવા માટે પૂરતો આત્મવિશ્વાસ મેળવી શકી છે. ત્યારથી તેઓ વધુ રાહત અનુભવી રહી છે. તેમને પુરુષોનો ઘણો ટેકો મળે છે, જોકે કેટલાક તેમને ટ્રોલ પણ કરે છે, જેનો તેઓ એકદમ આરામથી જવાબ આપે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના હજારો ફોલોઅર્સ પણ છે જે તેને ટેકો કરે છે.

(9:54 am IST)