Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

નોર્વેમાં -25ડિગ્રી સુધી પારો આવી જાય છે:નથી બંધ થતી શાળાઓ

નવી દિલ્હી: આશરે 4 વર્ષ પહેલાં જ્યારે હું નોર્વેના ટ્રોમસો શહેરમાં આવ્યો હતો, તો લાગી રહ્યું હતું કે જિંદગી કેટલી મુશ્કેલ હશે અહીંયાં. 50-50 દિવસ સુધી સૂરજ નથી નીકળતો. પારો -25 ડિગ્રી સુધી જતો રહે છે. બરફ પર લપસી જવાથી વાગે છે તે સામાન્ય વાત છે. અંધારામાં એક્સિડેન્ટ બહુ જ થાય છે. ચીજો બહુ મોંઘી છે. આવી જગાએ કેમ રહી શકાય? પરંતુ આ સિક્કાની એક બાજુ છે. કેટલીક વાર નેગેટિવિટીમાં પોઝિટિવિટી પણ હોય છે. માત્ર દૃષ્ટિ બદલવાની જરૂર છે, નજારો આપોઆપ બદલાઇ જશે. આ રિપોર્ટ વાંચ્યા પછી ગેરંટી છે કે તમને જરૂર લાગશે કે હું પણ ત્યાં જઇ શકું કે પછી ત્યાં વસી જઉં. જેવું કે હવે મને લાગી રહ્યું છે. આશરે 70 હજારની વસ્તીવાળા આ શહેરની બીજી બાજુ એ છે કે તે ચારે તરફ ઊંચા પર્વતોથી ઘેરાયેલું છે. વચ્ચે સમુદ્ર છે. આકાશમાં ઓરોરા (કુદરતી રંગીન લાઇટ્સ) અને બંને કિનારા પર વસેલી વસ્તીનો નજારો જોવા જેવો છે.

(7:49 pm IST)