Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

યુકેમાં એક શખ્સે ઓનલાઇન ફૂડ ઓર્ડર કરતા સાથે યુરિનની બોટલ આવતા ચકચાર

નવી દિલ્હી: યુકેમાં રહેતા ઓલિવર મેક્સમેનસે હેલોફ્રેશ કંપનીની વેબસાઇટ પરથી પોતાના માટે ફૂડ ઓર્ડર કર્યું હતું, પરંતુ જ્યારે તેને યુરિનથી ભરેલી કોલ્ડ ડ્રિંકની બોટલ મળી તો પૂરા મામલાની જાણકારી ટ્વિટર પર આપી હતી.આ ઘટના પછી તરત જ કંપનીએ માફી માંગી. ભૂલ સુધારવાનું વચન પણ આપ્યું હતું.

જલદી જ કંપનીના ટ્વિટર હેન્ડલથી માફીની માંગ કરવામાં આવી કે, ટ્રોલ થઇ રહ્યું છે. કોઈએ મેકમેનસને કહ્યું કે હોઇ શકે છે કે તે સફરજનનું જ્યુસ હોય, પરંતુ મેકમેનસે કહ્યું ના તે પેશાબ જ હતો. ત્યારબાદ મેકમેનસે કંપનીને કહ્યું કે તે કંપનીનું એડ્રેસ મોકલે, હું તેમને આ બોટલ ફરીથી ભેટ કરું છું.

મેકમેનસે કહ્યું કે તેને મળેલી ફૂડ કીટ માત્ર ખુલ્લી જ નહીં, પરંતુ તેના ઓર્ડર કરતા વધુ સામાન ડિલીવર્ડ કર્યો હતો. આ સમય દરમિયાન ડિલિવરી કંપનીઓમાં કામ કરનાર માહલો કેટલો ખરાબ છે કે ડિલિવરી મેનને ટોઇલેટમાં જવા માટે સમય પણ મળતો નથી.

(5:33 pm IST)