Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

ફ્રાન્સમાં બાળકોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવા બદલ વાલીઓને થઇ શકે છે સજા

નવી દિલ્હી: આજકાલ લોકો તેમની નાની-મોટી સિદ્ધિઓની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે. કોઈપણ ઘટના બને કે તરત જ તેના ફોટોસ ઇન્ટરનેટ પર અપલોડ કરી દેવાય છે. પુખ્ત વયના વ્યક્તિ તો પણ આ તેમની મરજીથી કરતા હોય છે, પરંતુ બાળકોની પ્રાઈવસીનું કોઈ ધ્યાન રાખતું નથી. આ જ કારણ છે કે ફ્રાન્સની સરકારે આ મુદ્દે મોટો નિર્ણય લેવાની જાહેરાત કરી છે. ફ્રાન્સની નેશનલ એસેમ્બલીએ એક કાયદાને મંજૂરી આપી છે જેના હેઠળ માતા-પિતા બાળકોની પરવાનગી વિના બાળકોની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શકશે નહીં. જો તેઓ આમ કરશે તો તેમને કાયદાકીય સજા ભોગવી પડી શકે છે.
અહેવાલો મુજબ આ પ્રસ્તાવ ફ્રાન્સના એક સાંસદ દ્વારા રજુ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે કાયદા દ્વારા વાલીઓને સશક્ત બનાવવામાં આવી રહ્યા છે અને બાળકોને તેમના અધિકારોથી વાકેફ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેથી તેઓ સમજી શકે કે તેમના ફોટા માટે માત્ર માતા-પિતા જવાબદાર છે. તેમણે કહ્યું કે ટીનેજમાં બાળકોની ઘણી બધી ફોટો શેર કરવામાં આવે છે, જેનો ખોટા પ્લેટફોર્મ પર દુરુપયોગ થઈ શકે છે, જ્યારે સ્કૂલમાં ફોટોના કારણે બાળકો બીજા બાળકો દ્વારા હેરાન કરવામાં આવતા હોય છે.

(7:04 pm IST)